SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. પ્ર. પહેલાં કોઈ વખતે બે પાંચમાં પહેલી પાંચમને બીજી ચેથ માનીને સંવત્સરી કરવામાં આવ્યાનો દાખલો છે ખરો ? ઉ૦ પૂર્વે ભાદરવા શુદિ પંચમીની વૃદ્ધિમાં ચતુર્થીની વૃદ્ધિ કર્યાનો કોઈ પણ દાખલો નથી, કેમકે પૂર્વે પર્વની વૃદ્ધિએ પૂર્વતિથિની વૃદ્ધિ કરવાની રૂઢિ જ ન હતી તો એવો દાખલો મળે જ કયાંથી ? પ્ર. કેઈના કહેવા પ્રમાણે સં. ૧૮૪૨ અને ૧૯૦૫ની સાલમાં ભાદરવા શુદિ પાંચમો બે હતી અને પહેલી પાંચમને બીજી ચોથ માનીને સંવછરી કરી હતી, શું એ કથન સાચું છે? ઉ. એ કથનમાં કંઈ પણ પ્રમાણ નથી કે સંવત ૧૮૪૨ તથા ૧૯૦૫ માં ભાદરવા શુદિ ૫ બે હતી, કેમકે સં. ૧૭૭૦ થી ૧૮૯૫ સુધીમાં શ્રી ચંડૂપંચાંગમાં ફક્ત એક જ વાર ભાદરવા શુદિ પ ની વૃદ્ધિ થઈ હતી અને તે પણ સં. ૧૭૮૦માં. સં. ૧૯૦પમાં પણ બે પાંચમે ન હતી આથી જણાય છે કે જેઓ ૧૮૪૨ અને ૧૯૦૫ માં બે પાંચમો થયાનું કહે છે તે ચંડૂપંચાંગને અનુસાર નથી. ૨૮. પ્ર. ભાદરવા શુદિ ૪ નો ક્ષય હેય તે સંવછરી ક્યારે કરાય ? ઉ૦ ભાદરવા શુદિ ૪ નો ક્ષય હોય તો સંવછરી ભા. શુ. ૩ ના દિવસે કરવી, કેમકે ચોથ ત્રીજમાં ભળવાથી ત્રીજના દિવસે તેને ભોગવટે હોય છે. ૨૯. પ્ર. ભાદરવા શુદિ પ નો ક્ષય હોય તો સંવછરી જ્યારે કરાય ? ઉ ભા. શુ. ૫ નો ક્ષય હોય ત્યારે સંવછરી ભા. ૨. ૪ ના દિવસે જ કરાય, કેમકે તે દિવસે ઔદયિક ચોથ કાયમ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy