________________
૪૯
(૧૦) સંવત ૧૯૩૦ ની સાલની સંવછરીનો દાખલ ૧૯ર
૧૯૩ માં લાગુ પડી શકતો નથી –
સં. ૧૯૯૨ ના ભાદરવા શુદિ ૫ બે હતી અને વર્તમાન સં. ૧૯૯૩ ના ભાદરવા સુદિ પ પણ બે છે, પરંતુ કેટલાક આચાર્યો પ્રથમ પંચમીને બીજી ચોથનું નામ આપી તે દિવસે સંવછરી કરવાનું કહે છે, ગયા વર્ષે આમ કર્યું હતું અને આ વર્ષે પણ એજ પ્રમાણે કરવાને તેઓનો આગ્રહ છે. આમ કરનારાઓ પિતાના સમર્થનમાં શાસ્ત્ર પ્રમાણુ તો નથી આપતા, પણ આવી પરમ્પરા હોવાનું જણાવે છે. પણ બે પાંચમેની બે ચોથે કોઈ કાળે થઈ હેય તે જ આજે આવી પરમ્પરા હેવાનું કહી શકાય.
શ્રીયુત વિજયવલ્લભસૂરિજીનું કહેવું છે કે “સંવત્ ૧૯૩૦ ની સાલમાં ભાદરવા શુદિ ૫ બે હતી તેની બે ચોથે કરી બીજી ચોથે સંવછરી કરી હતી, પોતાના કથનના ટેકામાં તેઓ ગુજરાંવાલા (પંજાબ)ની ધર્મખાતાની વહી, અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ચેપડા અને મુંબઈ શ્રીગેડીજીના ઉપાશ્રયના ચેપડાનો હવાલો આપતાં કહે છે કે આ બધામાં બે પાંચમો હેવાના દાખલા છે.”
શ્રીયુત વિજયવલ્લભસૂરિજીએ ધર્માદાના ચોપડાઓના દાખલા આપતાં પહેલાં તે વર્ષના જોધપુરી ટીપણામાં ભાદરવા શુદિ ૫ બે હેવાને દાખલો આપ્યો હોત તો વિશેષ વિચારણુય થઈ પડત, કારણ કે તપાગચ્છમાં ઘણું જ જુના વખતથી પર્વતિથિનો નિર્ધાર જોધપુરી ટીપણાને અનુસારે જ થતો આવ્યો છે, તેથી તે ટીપણામાં બે પાંચમે હેય અને પહેલી પાંચમને ચોથ માનીને સંવછરી કરવામાં આવી હોય તો જ ધર્માદાના નામાના દાખલા આપવા
ગ્ય ગણી શકાય, બાકી પંજાબી અને ગુજરાતી ટીપણામાં તે વખતે બે પાંચમો હેય ને તેના હિસાબે પહેલી પાંચમે પણ સંવછરી આવી હોય છતાં તે ઉપરથી બે ચેક કરી સિદ્ધ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org