________________
૩૩
દરેક ગામમાં શ્રી પૂજ્યોને આતંક જામેલો રહેતા, વિધિ વિધાનોને અંગે કે ગચ્છ-સંબધી અન્ય ધાર્મિક કાર્યોને અંગે આ શ્રી પૂજ્ય બેલ તેજ છેલ્લો નિર્ણય ગણત, સંગી સાધુઓ વિદ્વાન અને ચારિત્રપાત્ર હેવા છતાં તેમને પોતાને શ્રી પૂના અંધાધુંધ નિર્ણય માનવા પડતા હતા, લગભગ વીસમી શતાબ્દીના પ્રથમ ચરણ સુધી ઉપર મુજબ સ્થિતિ હતી, એ સમય દરમિયાન આપણા ગચ્છમાં તિથિવિષયક નિરાધાર રૂઢિઓ પણ પ્રચલિત થઈ અને એક વાર ચાલ્યા પછી તે ચાલતી રહી, “પૂનમ અમાવસની હાનિવૃદ્ધિમાં તેરસની હાનિવૃદ્ધિ કરવી, પર્વતિથિની હાનિવૃદ્ધિ જ ન થાય” આવી આવી ઉટપટાંગ રૂઢિની ઉત્પત્તિ ઉપર જણાવેલ શ્રી પૂના સત્તાકાલમાં જ થયેલી છે. છતાં નવાઈ જેવું તો એ છે કે તેજ નિરાધાર રૂઢિયોની પ્રામાણિકતા સિદ્ધ કરવા આજે અમારો અમુક ત્યાગી સાધુવર્ગ તોડ મહેનત કરી રહ્યો છે!
૮ વીસમી શતાબ્દી(૧) સત્તાના કિલ્લા તૂટવા લાગ્યા
આપણે ઉપર જોઈ આવ્યા કે વીસમી શતાબ્દીના પ્રથમ ચરણ સુધી શ્રી પૂજ્યની સત્તા અખંડિતપણે ચાલી, પણ ગાદીપતિયે જ્યારે નિર્મર્યાદિતપણે પોતાની સત્તાનો દોર જમાવવા લાગ્યા અને અવિચારિત આજ્ઞાઓ પ્રચલિત કરવા લાગ્યા એટલે તત્કાલીન કેટલાક સંવેગિ સાધુઓએ તેમના હુકમ સામે ખુલ્લો વિરોધ જાહેર કર્યો, આ વિરોધ દર્શક સાધુઓમાં શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ અને શ્રી જહેરસાગરજી મહારાજનું નામ સર્વ–પ્રથમ ગણાવી શકાય, આ બધી હકીકત નીચે આપેલ હેડબિલ બાજીના વર્ણનથી સ્પષ્ટ સમજાશે. (૨) સંવત ૧૯૨૯ ની સાલની હેડબિલ-બાજી–
સંવત ૧૯૨૮ ના ભાદરવા શુદિ ૧ એકમો બે હતી, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org