________________
૩૨
રાખી છે, ઉદાહરણ તરીકે એ ટીપણુમાં સં. ૧૮૭૦ ના પર્યુષણની અઠાહિ શ્રાવણ વદિ ૧૧ના દિવસે બેસાડી છે, વદિ અમાવસને ક્ષય કર્યો છે અને ભાદરવા શુદિ ૪ બે કરી છે. એ જ રીતે આ જ શુદિ ૭ થી એલી બેસાડી છે, શુદિ ૮ ની વૃદ્ધિ કરી છે અને આજ શુદિ ૧૫નો ક્ષય કર્યો છે, આથી એટલું તે નિશ્ચિત છે કે “જેન ટીપણામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ ન થાય” આવા પ્રકારની માન્યતા સ. ૧૮૩૦ પછી પ્રચલિત થઈ છે. (૫) શ્રી પૂજ્યોની કલ્પિત પરમ્પરાઓ–
આપણે ઉપર જોઈ આવ્યા કે પર્વતિથિની હાનિવૃદ્ધિ ન થવા સંબંધી માન્યતાની ઉત્પત્તિ સં. ૧૮૭૦ પછીના સમયમાં થઈ છે, કે જે સમય શાસ્ત્રીય જ્ઞાનની ખામીને અને શ્રી પૂની જે હુકમીને હતો, તે સમયે પણ કેટલાક વિદ્વાન સાધુઓ હતા છતાં તેમનું આવી બાબતમાં કાંઈપણ ચાલતું ન હતું, એટલું જ નહિ પણ કેટલીકવાર તે તેમને તેવા પરિગ્રહધારી આચાર્યોની સત્તાને સ્વીકાર કરવો પડતો હતો, પં. શ્રી પદ્મવિજયજી, પં. શ્રી રૂપવિજયજી, પં. શ્રી વીરવિજયજી જેવા વિદ્વાન સંવેગિ સાધુઓને પિતાના ગ્રન્થમાં તત્કાલીન ગચ્છના ગાદીપતિ શ્રી પૂના ધર્મરાજ્યનો સ્વીકાર કરવો પડે છે એ અમારા કથનની સત્યતાનો પ્રત્યક્ષ પુરાવો છે !
ભલે સંવિગ્ન સાધુઓ વિદ્વાન હતા, ત્યાગી હતા અને જેને સંઘમાં પૂજનીય હતા છતાં તેમની સંખ્યા ઘણું અલ્પ હતી અને તેમને વિહાર પરિમિત ક્ષેત્રોમાં હતો, એથી વિપરીત શ્રી પૂજ્ય પરિગ્રહધારી હતા, અને સાધ્વાચારમાં શિથિલ હતા છતાં તેમની પાસે યતિયોની સંખ્યા પુષ્કળ હતી, દરેક દેશ અને દરેક ગ્ય ક્ષેત્રમાં બે ત્રણ યતિ તો શાશ્વાત જ રહેતા, આ યતિયો એટલે શ્રી પૂના ચેલાઓ-તેમના આદેશિઓ, એમનાથી દરેક દેશ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org