________________
૨૫
અર્થ –“આરાધ્યપણમાં પૂનમ અમાવસમાં અને કલ્યાણકતિથિમાં કંઈ પણ વિશેષ નથી એ સ્વયં વિચારવું જોઈએ.'
શ્રી ધર્મસાગરજીને મત પ્રામાણિક માનનારે કલ્યાણક તિથિને પણ પર્વતિથિ માનવી જોઈએ પણ આજે માત્ર બાર તિથિઓને અંગેજ ક્ષય-વૃદ્ધિની ચર્ચા કરાય છે અને કલ્યાણકતિથિને કઈ વિચારજ નથી કરતું એ શું કહેવાય ?
૫–આજકાલ પૂનમ અમાવસની હાનિ-વૃદ્ધિમાં તેરસની નિરાધાર હાનિવૃદ્ધિ કરાય છે, પણ શ્રી ધર્મસાગરજીના કેઈ ગ્રન્થમાં આ પ્રમાણે કરવાનું વિધાન નથી, ધર્મસાગરજીના નામથી લોકોને ભરભાવનારાઓ હવેથી આ અસત્ય પ્રચારને ત્યાગ કરશે તો જૈન સમાજને ઘણો જ ઉપકાર કર્યો ગણાશે. ૭. ઓગણીસમી શતાબ્દીની તિથિસંબધી માન્યતાઓ.
વિક્રમની સત્તરમી શતાબ્દીમાં તપાગચ્છની તિથિવિષયક માન્યતા કેવી હતી તે ઉપર આપેલ હરપ્રશ્ન, સેનપ્રશ્ન અને તત્વતરંગિણુના પાઠોથી સારી રીતે સમજાઈ જાય છે.
અઢારમી સદીમાં તિથિચર્ચાને અંગે કંઈ પણ લખાયેલું કે ચર્ચાયેલું જોવામાં આવતું નથી તેથી તે સૈકામાં સત્તરમાં સૈકાની જ માન્યતા ચાલતી હશે એ સ્વયં સિદ્ધ થાય છે પણ ઓગણીસમી શતાબ્દીમાં તિથિવિષયક પૂર્વ માન્યતામાં મતભેદો ઉભા થવા માંડયા હતા, જેનું મુખ્ય કારણ દેવસૂરિ અને આનન્દસૂરિ ગચ્છની ખટપટ હતી, અને કેટલેક અંશે તત્કાલીન ગાદીપતિ શ્રી પૂજ્યોના અજ્ઞાને પણ તેમાં સહકાર આપ્યો હતો.
આનન્દસૂરિગચ્છના અનુયાયિઓનું મન્તવ્ય પૂર્ણિમાની વૃદ્ધિમાં પ્રતિપદાની વૃદ્ધિ કરવાનું હતું, અને પોતાની એ માન્યતાના ટેકામાં તેઓ “ઝવાં વિષ્ણુ તુ પ્રતિરૂપતિ'' આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org