________________
करण-संध्यागतादिनक्षत्र-प्रथमादिचन्द्र-ग्रहचारादिशुद्ध-मुहूर्तादानं पर्युषणादिपर्वकरणं च ।"
| (વિચાર મૃતસંપ્રદ, વિવાર ૨, પગ ૨)
અર્થ:–“દીક્ષા અને ઉપસ્થાપના (વડી દીક્ષા) આદિમાં તિથિ, બવાદિ કરણ, સંધ્યાગતાદિ નક્ષત્ર, પ્રથમાદિ ચન્દ્ર અને ગ્રહચાર આદિથી શુદ્ધ મુહૂર્તનું લેવું અને પર્યુષણાદિપર્વનું કરવું એ બધું લૌકિક ટીપણું ઉપરથી જ થાય છે.”
એજ વિષયમાં શ્રી ગુણરત્નસૂરિજી પિતાના વાસનિકાદિ પ્રકરણમાં નીચે પ્રમાણે લખે છે – ___" लौकिकटिप्पनोपरि दीक्षादानं पर्युषणादिपर्वकरणं च कस्मात् क्रियते?, सिद्धान्तेनाऽस्य लौकिकटिप्पनस्य संवादाમાવત્ ૧૨ ” (વાસોન્તિરિ પ્રાણ ૦ ૩)
અર્થ – (સિદ્ધાન્તની વાત કરનાર તમો) લૌકિક ટીપણું ઉપરથી દીક્ષા કેમ આપ છો ? અને પર્યુષણ પર્વ તેના આધારે કેમ કરે છે ?, કારણ કે સિદ્ધાન્તની સાથે એ ટીપણું મળતું નથી” ઉપરના અવતરણેથી સ્પષ્ટ છે કે સિદ્ધાન્તના જ્યોતિષની સાથે નહિ મળવા છતાં જેનોમાં સેંકડો વર્ષોથી લૌકિક ટીપણું જ વર્તાય છે અને દીક્ષા આદિનાં મુહૂર્તે તથા પર્યુષણાદિ પર્વો આ ટીપણાના આધારે જ નિશ્ચિત કરાય છે. ૬ સત્તરમી શતાબ્દીની તપાગચ્છની તિથિ
વિષયક માન્યતા. વિક્રમની સત્તરમી શતાબ્દી સુધીમાં તપાગચ્છની તિથિવિષયક માન્યતામાં કંઈ પણ પરિવર્તન થયું જણાતું નથી, તપાગચ્છના ધુરંધર આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી તથા તેમના પટ્ટધર આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org