________________
૬૦. પ્ર. ઉપરના સાગરજીના લખાણમાં તો ખુલ્લી રીતે પર્વ
તિથિના ક્ષયમાં તેની આરાધના પૂર્વતિથિમાં કરી લેવાનું જણાવ્યું છે તે આજકાલ તેઓ પૂર્વતિથિનો ક્ષય કરવાનું શા આધારે કહેતા હશે ? ઉ૦ આધાર બીજે કંઈ નહિ, માત્ર તેમની આગ્રહી પ્રકૃતિ જ
તેમ કરાવે છે. ૬૧. પ્ર. જ્યારે સાગરજી પોતે પોતાના લેખમાં ત્રીજે બીજ, છઠે
પાંચમ, નોમે આઠમ કરવી તેને જૂઠ અને કલ્પના માત્ર હોવાનું કહે છે તે પાંચમે ચોથ કરવાનું કહેવું એ જૂઠ નહિ ? ઉ૦ ખરેખર જૂઠ જ છે, પણ પકડાઈ ગયેલી વાત તેમનાથી છોડાતી નથી ! પ્ર. આપણામાં બે પૂનમોએ બે તેરસ કરવાની રૂઢિ ચાલે છે તે પ્રામાણિક ખરી કે નહિ? ઉ, “બે પૂનમેએ કે બે અમાવસોએ બે તરસ કરવાની રૂઢિ પ્રામાણિક કહી શકાય નહિ, કેમકે તે છેલ્લા સમયના અગીતાર્થ પરિગ્રહધારી શ્રી પૂજ્યોના સમયમાં ચાલેલી છે તેથી
શાસ્ત્રાધારે એ પ્રામાણિક ઠરી શકે નહિ. ૬૩. પ્ર. જ્યારે બે પૂનમે બે તેરસ કરવાની રૂઢિ અગીતાર્થ શ્રી
પૂજ્યોની ચલાવેલી હતી અને તેમાં કઈ શાસ્ત્ર પ્રમાણ ન હતું તો તે સુવિહિત સંવિગ્ન સાધુઓએ કેમ માની લીધી હશે? ઉ, જે સમયમાં એ રૂઢિ ચાલી છે તે સમયમાં સંવિગ્ન સુવિહિત સાધુઓની સંખ્યા ઘણી જ થોડી હતી, જ્યારે શ્રી પૂજ્યોની આજ્ઞામાં રહેનારા યતિઓ ગામેગામ ફેલાયા હતા, બીજુ શ્રી પૂજ્યોનું ગચ્છપતિ તરીકે સંવેગી સાધુઓ ઉપર દબાણ પણ રહેતું હતું, આવી સ્થિતિમાં આવી બાબતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org