________________
કાર્યવાહી
પચ્ચીસ વર્ષથી વિચારભેદના અંગે દૂર થયેલી વ્યક્તિઓનું આજે મિલન થવાનું હતું. શ્રી વિજયદાનસૂરિજી તરફની આમંત્રણને માન આપી શ્રીમદ વિજયવલ્લભસૂરિજીએ મળવાની ઈચ્છા જાહેર કરી હતી. બન્ને આચાર્ય વર્યોની મુલાકાત શેઠ પનાભાઈ ઉમાભાઈની હવેલીમાં જવામાં આવી હતી. શેઠ પનાભાઈની હવેલીમાં આચાર્ય શ્રી વિજયદાનસૂરિ, શ્રી વિજયલબ્ધિસૂરિ અને પંન્યાસ શ્રી રામવિજ્યજી આવી ગયા હતા.
શ્રી વિજયવલ્લભસૂરિજીએ આ વેળા ઉદાર મનનો પરિચય આપતાં જણાવ્યું કે અહીં શા માટે ? વિદ્યાશાળામાં જ ચાલે ને! હું ત્યાં આવું છું.” એમ કહી તેઓ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી અને મુનિરાજ શ્રી ચરણવિજયજી સાથે વિદ્યાશાળામાં ગયા.
અહીં આ છ જણાઓએ મસલત ચલાવી. મસલત લગભગ બે કલાક સુધી પહોંચી. એ તદન ખાનગી હતી, એટલે શું થયું તે કંઈ જાણવામાં આવ્યું નથી. પણ પરિણામ જનતાની જાણમાં આવ્યું કે “સૌ પોતપોતાના વિચારમાં મક્કમ રહ્યા છે. સમાધાન હાલ તરત માટે અશક્ય થયું છે.” આમ લાંબા સમયના વિચારભેદવાળી વ્યક્તિઓનું મિલન કાંઈ પણ પરિણામવાહી ન નીવડ્યું. આ અંગે અનેક પ્રકારની વાતે જનતામાં પ્રસરી રહી હતી. સંમેલનમાં પ્રયાણ
બાર અને પાંત્રીસ મીનીટે કામ શરૂ થવાનું હતું. ઉપાશ્રયમાંથી બરાબર બાર વાગે સાધુઓની રવાનગી શરૂ થઈ હતી. આ વખતે નગરશેઠના વંડા તરફના આજુબાજુના માર્ગો ગૃહસ્થથી ભરચક્ક થઈ ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org