________________
દિવસ પહેલે બરાબર બાર વાગે દેશીવાડાની પોળમાંના વિદ્યાશાળાના ઉપાશ્રય આગળથી શ્રી વિજયસિદ્ધિસૂરિ, શ્રી વિજ્યદાનસૂરિ, શ્રી વિજયલબ્ધિસૂરિ આદિની મંડળી વ્યવસ્થિત થઈ ડોશીવાડાની પોળની અંદરથી, ઝવેરીવાડના રસ્તે થઈ નગરશેઠના વંડા તરફ પ્રયાણ કરી ગઈ હતી. પાછળ ભક્તિનું એક ટોળું ‘શાસનદેવની જય” પોકારતું જતું હતું.
થોડા વખત બાદ એજ રીતે શ્રી સાગરાનંદસૂરિથી વિખૂટી પડેલી ૧૯ સાધુઓની ટૂકડી તે જ રસ્તેથી પસાર થઈ ગઈ.
એજ વખતે જુદા જુદા વિશ સમુદાયોની એકત્રિત થયેલી દહેગામ મંડળી’ના નામે ઓળખાતી જણીતા મુનિવરોની મંડળીએ ડેલાના ઉપાશ્રયે મંગળાચરણ કર્યું અને તેઓએ પણ અનેક જાતના જયધ્વનિ સાથે એ જ રસ્તે પ્રયાણ કર્યું. ટૂંક સમયથી આ મંડળીએ સૌનું લક્ષ ખેંચ્યું હતું. રસ્તામાં કેમેરાઓ પિતાને શિકાર ઝડપી લેવા સાવધ હતા. આમ ત્રણ ટૂકડીઓનું જુદું જુદું પ્રયાણ જોઈ; જાણે કોઈ મહાભારત યુદ્ધની વ્યુહરચના થઈ રહી હોય, તેવો ખ્યાલ આવતું હતું. નગરશેઠને વડે
નગરશેઠને જુન-જાણીતે વંડો આજે જુદું જ રૂપ ધરી બેઠે હતે. લગભગ ત્રણેક હજાર ખર્ચીને બાંધવામાં આવેલ વિશાળ મંડપ સૌનું સહેજે ધ્યાન ખેંચતા હતા. મંડપની અંદરના થાંભલાઓ પણ શણગારવામાં આવ્યા હતા. તેમજ નીચે જમીન પર ઝીણી રેતી પાથરી દેવામાં આવી હતી. સ્વયંસેવકે અને વ્યવસ્થાપકે ચારે તરફ ઉભેલા જોવામાં આવતા હતા. તેમજ ચતુર્વિધ સંઘના મંડપ પાસે સાધુઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org