________________
પહેલો દિવસ
ફાગણ વદ ૩, રવિવાર
તા. ક, માર્ચ, ૧૯૭૬ ૧. તઃકાલથી જ રાજનગરના વાતાવરણમાં કઈ
ન અને પ્રકૃતિ અને આકાંક્ષાનું મોજું પથરાઈ રહ્યું હતું. જેને માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી, એ સાધુ સંમેલનને આજે મધ્યાહ્નકાળથી પ્રારંભ થવાને હતે. ઉપાશ્રયે ઉપાશ્રયે અનેક ચર્ચાઓ ઉદ્દભવી રહી હતી. પળે પિળ આજના સમારંભના અનેક તર્ક-વિતર્કોથી ગાજતી જોવાતી હતી. આટલા બધા શ્રમણ સમુદાયને દર્શન કરવા માટે બહારગામને પણ સારે ધસારે હતા. જૈન કે જેનેતર, બધી ધર્મશાળાઓ ખીચખીચ ભરાઈ ગઈ હતી.
સવારથી જ અમદાવાદ શ્રી સંધ તરફથી નિયત થયેલા સદ્દગૃહસ્થ ઉપાશ્રયે ઉપાશ્રયે, મુનિરાજોને નગરશેઠને વડે સમયસર પધારવા વિનંતી કરતા ફરતા જોવામાં આવતા હતા. મુનિરાજે પણ ઉતાવળમાં જ હતા. ગૃહસ્થ તે જલદી જલદી રવાના થઈ મુનિરાજોને પસાર થવાના માર્ગે ઊભા રહી, દર્શન કરવાની પ્રથમ તક હાંસલની કરવાની ઉતાવળમાં હતા. મિલન અને નિષ્ફળતા
એક તરફ આવી ધમાલ ચાલી રહી હતી, ત્યારે અચાનક એક સમાચારે વાતાવરણને અવનવી કલ્પનાઓમાં તરતું મૂકી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org