________________
પૂર્વ વિહારને નિર્ણય - ઉદાર વિચાર ધરાવનાર આ મુનિરાજે જે રીતે આજે એકત્ર થયા, એજ રીતે હવે બધા મુનિઓ એકત્ર થાય તે તે જરૂર જૈન સમાજ પોતાની ભૂતકાલીન કીર્તિને સ્થાપિત કરી શકે. પણ અમદાવાદથી જે સમાચાર આવી રહ્યા હતા તે હદયમાં ખેદ ઉપજાવતા હતા. જુદા જુદા સ્થળે ઉતરી ગયેલા મુખ્ય મુખ્ય આચાર્યો પણ હજી એકબીજાને મળવામાં માનાપમાન સમજતા હતા, એકબીજાની ચેટીઓ મંત્રવાના દાવ ખેલતા હતા ! હૃદયની નિખાલસતા જેવી કોઈ વસ્તુ જ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ તેની તેઓ આશંકા કરાવતા હતા, છતાં આ મુનિવરોના મુખમાંથી એ ભાવના નીકળી રહી હતી કે શુભ નિષ્ઠાનું પરિણામ શુભ આવશે. જે તેઓ શાંતિને ચાહતા હશે તે શાંતિ જરૂર થશે. સાંજના એ વાતનો નિર્ણય જાહેર થયો કે આવતી કાલે બધા મુનિઓ પિતાપિતાની અનુકુળતા પ્રમાણે વિહાર કરશે. ડભેડા તરફ
તા. ર૭ મીએ સવારે દહેગામની જનતાની ભાવભીની વિદાયગીરી વચ્ચે શ્રીમદ્ વિજયવલ્લભસૂરિ, પંન્યાસ લાભવિજયજી વગેરેએ વિહાર શરૂ કર્યો હતે. ડભેડાના સંધની આગ્રહભરી વિનંતિ અગાઉથી થઈ ચૂકી હતી; એટલે સૂરિજીએ ત્યાં સ્થિરતા કરી. અત્રે શ્રી વિજયનીતિસૂરિજ, શ્રી વિજયવલ્લભસૂરિજીને મળવાને માટે જ ખાસ રોકાયા હતા. તેઓના અરસપરસને સદ્દભાવ અને પ્રેમ અપૂર્વ જણાતાં હતાં. જો કે તેમની વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થાય તેવા દરેક પ્રયત્નો થઈ ચૂક્યા હતા, પરંતુ જેમના હૃદયમાં અરસપરસને પ્રેમ હોય છે એવા કોઈ પણ પ્રયત્નમાં કેમ
-
ર
ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org