________________
દહેગામ–મંત્રણ ચાલે છે ને કઈ પણું જાતનું વિઘાતક પગલું આમાં નહિ જ ભરાય. ઘડીએ ઘડીએ લેકનાં ટેળાં જમા થઈ જતાં હતાં અને અંદરથી કેાઈ બહાર આવતાં નિર્ણય જાણવાને આતુર હતાં, પરંતુ છેક સાડા બાર વાગ્યા સુધી મંત્રણા ચાલુ રહી અને જ્યારે મુનિરાજે આહાર–પાણી માટે છુટા પડ્યા ત્યારે જણાયું કે હજી મસલત બપિર ઉપર લંબાશે. તેમાંના દરેક શું કામ ચાલ્યું; તે સંબંધી ભારે મૌન સેવતા હતા. મધ્યાહને પુનઃ મંત્રણ
બે વાગે ફરી બધા સાધુઓ મળ્યા ને મસલત આગળ ચાલી. લગભગ ત્રણ કલાકની એ મંત્રણામાં ઘણું ખરા પ્રશ્નોને નિકાલ થઈ ગયો હતો અને જે જે નિર્ણ કરવાના હતા તે નિર્ણવે ઉપર એકીમતે ને એકી અવાજે તેઓ આવી ગયા હતા. અપૂર્વ દૃશ્ય
જ્યારે મંત્રનું પૂરી થઈ અને બધા છુટા પડયા ત્યારે બહાર લોકોનો ધસારો ચાલુ થયો અને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ આગલા દિવસે ઉચ્ચારેલા શબ્દો ચરિતાર્થ થતા દેખાયા. દરેકના મુખ ઉપર આનંદ ને ઉલ્લાસ હતા. કોઈ મહાન અને પવિત્ર કામ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી મુખ ઉપર જે દઢતા જોઈએ તે દઢતા હતી, અને ગ૭ ને સમુદાયને ભેદ જાણે પલાયન થઈ ગયા હતા. વર્ષોથી એક બીજાને મળવા તલસતા મિત્રો મળે એ રીતે અત્યંત પ્રેમથી એક બીજા વાત કરતા હતા. જેણે જેણે આ હૃદયંગમ દૃશ્ય જોયું તેની આંખો હર્ષથી ઉભરાઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org