SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગ શ્રી કેશરિયાજી તીર્થને યોગ્ય નિવેડે ન આવે ત્યાં સુધી કોઈ પણ આચાર્ય કે મુનિરાજે પોતાના નિમિત્તે થતાં સામૈયાદિ ધામધૂમને રવી અને એવી ધામધુમોમાં ભાગ ન લેવો; એવી દહેગામ મુકામે મળેલા જુદા જુદા સમુદાયના સાધુઓની સભા ભલામણ કરે છે.” શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રતિજ્ઞા , શ્રીમદ્ આચાર્યવર્ય વિજયવલ્લભસૂરિજીએ આ પ્રસંગે પિતે પ્રતિજ્ઞા કરી હતી અને કહ્યું હતું કે હું કેશરિયાજી પ્રશ્નના ગ્ય નિકાલ સુધી વાજતે ગાજતે નગર પ્રવેશ નહિ કરું, અને મારી સાથેના સાધુઓને પણ તેમ કરવા સૂચવું છું. આ વખતે આચાર્યશ્રી સાથે બીજા અન્ય સાધુ મહારાજાઓએ પણ પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રણ દિન બીજે તા. ૨૬-૨-૩૪ના રોજ સવારમાં સાડા આઠ વાગતાં ગઈ કાલના સ્થળે જ ગઈ કાલે અધૂરી રહેલ મંત્રણ બંધબારણે શરૂ થઈ હતી. બહારની જનતા અંદર શું ચાલી રહ્યું હશે, તેની ભિન્ન ભિન્ન કલ્પના કરી રહી હતી. કેઈ કહેતું હતું કે આ મુનિઓ હવે દહેગામથી વિહાર જ નહિ કરે અને વીખરાઈ જશે, તે કાઈ કહેતું હતું કે તેઓ નગરશેઠને પ્રથમ કેટલીક સૂચનાવાળો પત્ર લખી જવાબ માંગશે અને તે જવાબ મળશે તે જ આગળ વધશે. પરંતુ ખાસ માણસે એમાંની કેઈપણ વાતને વજુદ આપતા ન હતા અને એક જ વાત જણાવતા હતા કે મુનિસંમેલનની સફળતા માટે જ આ મંત્રણા શરૂ થઈ છે, એને જ વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy