________________
તેમણે, તે આખા ઇતિહાસનું લખાણ મારા પર મોકલીને, એવું આગ્રહભર્યું આમંત્રણ કર્યું, કે મારે એ પુસ્તકની પ્રસ્તાવન રૂપે થેડી પંક્તિઓ લખી આપવી. પરતું તેમનું આ આમંત્રણ મને તે વખતે મળ્યું, કે જ્યારે હું, સિધ જેવા અનાર્યપ્રાયઃ પ્રદેશમાં, ભગવાન મહાવીરની અહિંસાને સંદેશ સંભળાવવા રેગીસ્તાન અને તે પછી સિંધની કોર એપ કાપી રહ્યો હતો. છતાં છાપેલા ફાર્મ દષ્ટિપથમાં લઈ ગયા. તે વાંચતા મને એ વાત ચોક્કસ લાગી કે આ એક અતિ અગત્યનું પ્રકાશન છે, અને બને તેટલી કાળજી પૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. આના અંગે પ્રસ્તાવના રૂપે બે બેલ લખવામાં આનંદ આવે એ વાત પણ નિઃશંક છે.
પરંતુ મારી સ્થિતિ જુદી હતી, સિંધને કપરે વિહાર ચાલુ હતો. રોજ નવાં ગામ, નવાં ઠેકાણું ને આ બે દહાડે ચર્ચાઓ ચાલ્યા કરે. જાહેર વ્યાખ્યાને તે લગભગ અવારનવાર ચાલૂજ હેય. ક્યાંક થેડું લેખન-વાંચન કરવા બે એક દિવસ સ્થિરતા કરીએ તો સિંધના એ માંસાહારી, છતાં ભોળા, ભદ્રિક હિંદુ ને મુસ્લીમભાઈઓ ચર્ચા કરવા આવી બેસે. ચર્ચામાં સમયનું ઠેકાણું જ ન રહે. સવારે બેઠેલા બપોરે ઉઠીએ કે રાત્રે આઠ વાગે બેઠેલા બાર વાગે પણ ન જપીએ. આ ઉપરાંત કરાંચી, હૈદરાબાદ ને હાલાથી દર્શનાર્થે આવનારાએની સાથે વાતચીત કરવા અને તેમને ધર્મોપદેશ સંભળાવવાને સમય કાઢવો જ પડે ! આવી સ્થિતિમાં વળી સાધુઓ અને સાર્થના ગૃહસ્થ પર મેલેરિયાનું આક્રમણ થયું. પરિસ્થિતિ વધુ વિકટ બની, છતાં ભાઈ ધીરજલાલનું સ્નેહભયું આમંત્રણ, પ્રકાશનની યોગ્યતા અને એ સાથે સમેલન પ્રસંગને મારે પ્રત્યક્ષ અનુભવે; આ બધાયે મને કંઈક લખવા ઉત્સા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org