________________
પૂર્વ રંગ આપણી વૈમનસ્યને આગળ ન લાવતાં, સાધુસંસ્થા ઉપરના સાચા પ્રેમથી એકત્રિત થવું જોઈએ. કોઈપણ કારણને આગળ કરી મુનિસમેલનમાં ઉપસ્થિત ન થવું, એ ઈચ્છવા
ગ્ય ન કહી શકાય. બેશક, જેને જે જે બાબતે કરવાની હોય, તેમણે તે તે વસ્તુઓ જરૂર ઉપસ્થિત કરવી. થાય તે થવા દેવું એનો આ જમાને નથી. આ સત્તાવાદને જમાને નથી. જે કેઈને એમ લાગે કે અહીં તે શતરંજની રમ્મતે રમાઈ રહી છે, અહીં તે “રેવડીવાળાને ભાઈ ગંડેરીવાળો' જેવું બની રહ્યું છે, અહીં તે પિતાની સત્તા આખી સાધુસંસ્થા ઉપર જમાવવાના જ પ્રયત્નો થઈ રહ્યા છે, તો તત્કાળ વિરોધ જાહેર કરે, અને તેમ છતાં પણ હાયાઓના ટોળામાં કઈ વ્યક્તિઓ તરફથી પિતાનું મનફાવ્યું કરવાની ધાંધલ મચાવવામાં આવે, તે તેવી એકપક્ષીય સભાનો બહિષ્કાર પડકારી દે.
પરતુ મુનિસમેલનમાં ઉપસ્થિત થવું, એ પ્રત્યેક મુનિરાજનું કર્તવ્ય છે, એમ મને લાગે છે. હું નથી ધારી શકતો કે આ વીસમી સદીના જમાનામાં અને તેમાં પણ ત્યાગની મૂર્તિ ગણાતા મુનિવર્ગમાં કઈ પણ જાતની ઉપર પ્રમાણેની હિલચાલ કરવામાં આવે અને જે એવી હિલચાલ કરવામાં આવશે, તે સમજી રાખવું જોઈએ કે સાધુઓ પિતાની સાધુસંસ્થાને દફનાવવા પ્રયત્ન કરી રહ્યા છે, એમ જ જગતને કહેવાનું કારણ મળશે.
માટે અત્યારથી બીજી બીજી બાબતેની આવી શંકાઓને સ્થાન આપ્યા સિવાય દરેકે પધારવું, અને મુનિસંમેલનને સફળ બનાવવા પ્રયત્ન કરવો, એ જ મને તો શ્રેયસ્કર લાગે છે.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org