________________
વલોવાતું વાતાવરણ આવ્યાં હતાં. તે સંપ્રદાયોમાં એકલ ડેક્લ વિચરનારા સાધુ એને કાંતે સમજાવીને સાથે ભેળવવામાં આવ્યા અને કાંતે સર્વત્ર અલગ કરવામાં આવ્યા. આમ બધી બાબતના ફેંસલા કરીને જ બૃહસમેલન ભરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ ચક્કસ બે સંપ્રદાયને વિરોધ શમે નહે, તો પણ એ અને સંપ્રદાયો મુનિસમેલનમાં તે ઉપસ્થિત અવશ્ય થયા હતા. અને કાર્યકર્તાઓની ઘણી મહેનતના પરિણામે પણ, ગયા લેખમાં હું જણાવી ગયો છું તેમ, સત્તાવીશ સંપ્રદાયે પૈકી પચ્ચીસ સંપ્રદાયવાળા તે એક થઈ જ ગયા છે.
“આ ઉપરથી જોઈ શકાય છે કે એટલી મહેનત અને સમયના ભેગે સ્થાનકવાસી ભાઈઓ એટલું કરી શક્યા. જ્યારે એક તરફ આપણી તે પરિસ્થિતિયે જુદી છે, અને આપણું માટે મહેનત કે વ્યવસ્થાસર કામ પણ કરવામાં આવ્યું નથી. અને એકદમ નિમંત્રણ કાઢી નાખવામાં આવ્યાં; પરન્તુ એ ઉતાવળના પરિણામે આજે કેવી કફોડી રિથતિ થઈ રહી છે, અને “બધું સારુ થશે, એકકે એક મુનિરાજે આવશે, બધા ઝગડા પતી જશે.” વિગેરે કહેનારાઓને હવે સમજાયું હશે કે સમેલન ભરવું જેટલું ધારવામાં આવતું હતું એટલું સહેલું તે નથી જ. અને વખતે પાસે ઉધેયે પડી જાય. અસ્તુ.
“ગમે તેમ, પરંતુ હવે મારે તે એ અનુરોધ છે કે મુનિસંમેલનનું કાર્ય કેમ નિવિજ્ઞતાથી પસાર થાય, અને સાધુસંસ્થાનું સંગઠન થાય, એ પ્રત્યેક મુનિરાજે વિચારી રાખવું જોઈએ. અને જેમ બને તેમ સરળતા ધારણ કરી, ઢીલી દેરી મૂકી મુનિસમેલનને સફળ બનાવવા પ્રયત્ન કરવું જોઈએ.
“બીજી તરફથી સમેલનના સૂત્રધારોએ પણ પિતાની ચૂપકીદી
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org