________________
વલાવાતુ વાતાવરણ
“એક તરફથી સુનિ સમ્મેલનનું નિમ ંત્રણ નિકળી ચૂકયું છે, જ્યારે ખીજી તરફ એની ચર્ચા ગરમાગરમ ચાલી રહી છે. એક પક્ષ વર્તમાનપત્રા દ્વારા ચર્ચાઓ કરી રહ્યો છે, જ્યારે ખીજો પક્ષ પેાતાને મૌન કહેવરાવવા છતાં, અંદરખાનેથી અનેક પ્રકારની કારવાઇઓ કરી રહ્યો હાય, એમ સ્પષ્ટ દેખાય છે. અત્યાર સુધીનું જે વાતાવરણ ફેલાયું છે, એ ઉપરથી મને એમ કહેવાને કારણ મળે છે, કે જો કે નિમ ંત્રણ પત્રા નિકળી ચૂકયાં છે, પરન્તુ મુનિસમ્મેલનનું રૂપ ખરેખર વિકૃત બનતું જાય છે. લોકેામાં અશ્રદ્ધા, વહેમ અને અનેક પ્રકારની કિંવદન્તીએ વધારે તે વધારે ફેલાતાં જાય છે. હું મારા પહેલા જ લેખથી લખતા આવ્યા છું, કે ભૂમિકા સાફ કર્યાં પછી જ મુનિ સમ્મેલનનાં પગરણ માંડી શકાય. જ્યાં અનેક પ્રકારના વિખવાદે ફેલાઈ રહ્યા હૈાય, જ્યાં મુખ્ય મુખ્ય સમુદાયેામાં પણ બિહારના ધરતીક’પ જેવી ફાટે પડેલી હાય, જ્યાં ઘરે ઘરે જ્વાળામુખીની અસર લાગી ચૂકી હોય, જ્યાં ધર ધરના અમિન્દ્રો બની બેઠા હાય, ત્યાં એક ગામના એ ચાર ગૃહસ્થે ગાદી ક્રિયે બેસી મુનિ સમ્મેલન ભરવાનું તુત ઊભું કરે, પેાતાના માનેલા એકાદ આચાર્ય પાસે જઇને કાનાફૂસી કરી ચેાકટ્ટુ' ગાઠવી આવે, અને પછી બહારના દેખાવ તરીકે પાંચ પચીસ જણની વચમાં મુર્ત્તની તારીખ નક્કી કરી કાળિયાં પાવી; સૌના ઉપર મેકલી આપવામાં આવે, કે ' ગૃહસ્થા તમારે ત્યાં જે જે સાધુ-સાધ્વીએ આવે એમને અમદાવાદ તરફ રવાના કરજો.' અને સુંદર કાગળમાં સાધુએને લખવામાં આવે કે ‘ ફલાણી તારીખે તમારું સમ્મેલન થવાનું છે, માટે જરૂર પધારજો. અને અમદાવાદની નજીક આવા, એટલે જરા અમને ખબર આપજો (શા માટે ખબર આપજો, એ સ્પષ્ટ
:
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org