________________
પ્રકરણું ૬ ઠું
લેવાતું વાતાવરણ જયારે જ્યારે મોટાં સંમેલન પરિષદો ભરવાની હોય છે, ત્યારે જાહેર જનતાની જાણ માટે તેના કાર્યવાહકોએ અગત્યની બાબતેને અંગે, સત્તાવાર નિવેદનો પ્રગટ કરવાં જરૂરી થઈ પડે છે. એનાથી જાહેર જનતા ચાલી રહેલી પ્રવૃત્તિથી વાકેફ થાય છે. વાતાવરણમાં ફેલાતી અફવાઓ દૂર થઈ કાર્ડની સરળતા થાય છે. પરંતુ જ્યાં તેવાં સત્તાવાર નિવેદન બહાર પડતાં નથી, અને છેવટ સુધી લેકોના મનમાં ગમે તેવા વિચારે ઉત્પન્ન થવા દેવામાં આવે છે, ત્યાં પરિણામે મૂળ હેતુને જ નુકશાન પહોંચે છે અને કામ બગડી જાય છે.
પ્રસ્તુત સાધુસંમેલન અંગે પણ કંઇક તેવું જ બન્યું. જનતાને અનેક જાતની શંકાઓ થવા માંડી; પણ તેના કોઈ સત્તાવાર ખુલાસા બહાર પાડવામાં આવ્યા નહિઃ એથી તે શંકાઓ મજબૂત બની. તે સંબંધીનું યથાર્થ ચિત્ર મુનિ રાજ શ્રી વિદ્યાવિજયજીએ સંમેલનના કાર્યકર્તાઓ સમક્ષ એક લેખ દ્વારા રજુ કરતાં જણાવ્યું હતું કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org