________________
પૂર્વ
આ સંબંધમાં વડોદરાના પ્રસિદ્ધ જૈન વકીલ શ્રીયુત નાગકુમાર મકાતીએ નીચેના વિચારે જાહેર પત્રોમાં પ્રગટ કર્યા
ભગવાન મહાવીરના શ્રમણસંઘનાં બે મહત્વનાં અંગે તે સાધુઓ અને સાધ્વીઓ. સાધુસંમેલન સંબંધી જુદાજુદા સાધુએને આમંત્રણે અપાયાના સમાચારે બહાર આવતા જાય છે; પરતુ હજી સુધી એક પણ સાધ્વીને આમંત્રણ અપાયાનું સંભળાયું નથી. જેનસમાજમાં “સાધ્વીનું સ્થાન ઘણું ઊંચું છે. ગૃહસ્થ સ્ત્રીઓની કેળવણીનું મહાન કાર્ય તેઓ કરી રહેલ છે. ઘણું સાધ્વીઓ વિદ્વાન. હેશિયાર અને આગમજ્ઞાતાઓ છે. કેટલીક સાધ્વીઓ, સાધુઓ સાથે હરિફાઈ કરી શકે, બજે તેમનાથી વધી જાય તેટલું ધાર્મિક જ્ઞાન ધરાવે છે. સાધુએથી ઉત્કૃષ્ટ પ્રકારનું ચારિત્ર્ય પાળે છે. તપમાં તે ભાગ્યે જ સાધુઓ સાધ્વીઓની બરાબરી કરી શકશે. એકંદરે જૈન સમાજને સાથ્વીવર્ગ સાધુઓથી વધુ ઉપકારી, ઓછો કજીયાખોર અને વધુ ધર્માભિમુખ રહેલે છે.
આવા મહત્વના અંગને સાધુસંમેલનમાં સ્થાન ન હોય એ શેચનીય છે. ઘણુ સાધ્વીઓએ ભૂતકાળમાં સાધુઓને આચારભ્રષ્ટ થતાં અટકાવી, તેમને સારો રાહ બતાવ્યો છે. અર્વાચીન કાળે પણ સાધ્વીઓ સાધુઓ કરતાં કઈ રીતે ઉતરે તેમ નથી. ભલે સાધ્વીઓમાં આચાર્ય, પંન્યાસ અને ગણિ આદિ પદવી ધાણ થતી ન હોય, પરંતુ આચાર્યો, પંન્યાસ અને ગણિવરેની સાન ઠેકાણે લાવે એવી સાધ્વીઓનું અસ્તિત્વ જેનસમાજમાં છે.
“હિન્દુસમાજમાં જેમ પુરુષ કરતાં સ્ત્રીઓનું સ્થાન નીચું ગણાય છે, તેવું જેમાં નથી. સ્ત્રીઓ મેક્ષાધિકારિણે ગયેલી
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org