________________
આમંત્રણ ને તૈયારીઓ છે, અને હરેક રીતે જેનગૃહસ્થની સમવડી છે. આમ કોઈએ સાધુઓ કરતાં સાધ્વીઓને નીચું સ્થાન આપવું ન જોઈએ. પરતુ થનારા સાધુસંમેલનમાં સાધ્વીઓ માટે કેવળ નીચું સ્થાન જ નથી; એટલું જ નહિ પણ કેટલેક અંશે સમુળગું સ્થાન નથી, એ વિસ્મયકારક છે.
શા માટે સાધ્વીઓને કેાઈ સૈભારતું નથી ? શું જેનસમાજમાં તેમની જરૂર નથી ? સાધ્વીઓમાં સુધારણાને અવકાશ નથી ? અગર સાધુઓ સુધરશે એટલે સાધ્વીઓ આપોઆપ સુધરશે એવી માન્યતા છે ? અથવા સીઓને સંમેલનની જરૂર જ નથી કે પછી સાધ્વીઓનું સંમેલન જુદું જ ભરવા વિચાર છે ?
“ગમે તેમ હોય, પરંતુ સાધ્વીઓને અવગણવી યોગ્ય નથી. જેવા સાધુઓમાં પ્રશ્નો ઉકેલવાની છે, તેવા જ સાથીઓમાં પણ સાધ્વીઓના જુજવા પ્રશ્ન છે. સમસ્ત શ્રમણ સંઘને લાગુ થાય, એવા નિયમને ઉપરાંત સાધ્વીઓને પિતાના ઇલાહીદ સવાલનો નિકાલ કરવાનો છે. દાખલા તરીકે,
[૧] સાધ્વીઓમાં અંદરોઅંદર, સ્ત્રીસ્વભાચિત જે ઝગડાઓ હેય છે. તે ઘણા જ દૃણાસ્પદ અને ભયંકર પરિણામે લાવનાર હોય છે.
[૨] કેટલીક સાધ્વીઓ સાધુઓના અતિ પરિચયમાં આવે છે.
(૩) કેટલીક સાધીઓ અતિ પરિચયથી કેટલાક લંપટ સાધુઓની વિષયલાલસા તૃપ્ત કરવાનું સાધન બની રહે છે.
(૪) કેટલીક ભળી સાધ્વીઓ ઠગારા લોકાના પંજામાં સપડાઈ દાણ દુઃખમાં આવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org