________________
આમંત્રણ ને તૈયારીઓ ત્યાં ત્યાં તેઓ પણ મુનિસંમેલન પ્રસંગે પધારવા કૃપા કરે તેમ આજ્ઞા કરવા કૃપા કરશે.
આપશ્રીના સાધુ જ્યાં વિચરતા હોય ત્યાં અમારી જાણ પ્રમાણે અમે આમંત્રણપત્ર લખીશું પણ કદાચ અમારી જાણ બહાર રહી ન જાય, માટે અમોને જણાવવા કૃપા કરશેજી, જેથી અમે પણ ત્યાં આમંત્રણપત્ર લખીશું.
વળી આપશ્રીના સમુદાયના પૂ. સાધ્વીજીઓને મુનિ સંમેલનના પ્રસંગે મુનિમહારાજાઓનાં દર્શન તથા તેઓશ્રીની વાણી સાંભળવા પધારવા કૃપા કરે તેમ આજ્ઞા કરશે.
આપશ્રી અમદાવાદની સમીપમાં પધારે, તે વખતે અત્રે ખબર અપાવવા કૃપા કરશોજી.
આ આમંત્રણ પત્રિકાઓ ઝપાટાભેર જુદાજુદા સ્થળોએ રહેલા આચાર્યો તથા સાધુઓને પહોંચાડવામાં આવી. તે ઉપરથી કેટલાક આચાર્યોએ અમદાવાદ ભણું વિહાર શરૂ કર્યો. કેટલાક હજી વાતાવરણનું નિરીક્ષણ કરી, તે સંબંધી કાંઈ પણ પગલું ભરવાના નિશ્ચય પર આવ્યા, ને શ્રી વિજયેન્દ્રસૂરિએ તો આવા સંમેલનમાં ભાગ લેવાની સાફ ના પાડી. આ આમંત્રણ પત્રિકાઓ પરથી એક વાત તરી આવતી હતી, કે ચતુર્વિધ સંઘમાં સાધુ અને સાધ્વી બન્નેને સરખો સમાવેશ હોવા છતાં, ફક્ત સાધુએને જ આમંત્રણ અપાયાં, ને ગમે તેવી વિદુષી સાધ્વીઓને પણ સ્વતંત્ર આમંત્રણ અપાયાં નહિ. તેમજ સાધુઓની આમંત્રણ પત્રિકાઓમાં સાધ્વીજીઓને મુનિમહારાજના દર્શન માટે તેમજ તેમની વાણી સાંભળવા માટે જ આવવાનું સ્પષ્ટ સૂચવવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org