________________
અગત્યની સૂચનાઓ ૪ પાટણ અને જામનગરના ઝઘડાનો નિકાલ મુનિસંમેલનમાં લાવીને તેને નિષ્ફળ અથવા તેફાની વાતાવરણ ઊભું કરવામાં આવશે તે ?
આવી અનેક બાબતેની શંકાઓ લોકોમાં ઉત્પન્ન થતી સંભળાય છે. ખરી વાત એ છે કે આવી અગત્યની કોન્ફરન્સ કે જે પંદર વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર ભરાય છે, એના માટે મુનિસંમેલન બોલાવનારાઓ જાહેર પત્રોમાં કંઈ પણ સમાચાર બહાર પાડતા નથી. એમાં ચર્ચવાના વિષયો સંબંધી, એને બંધારણ સંબંધી, એના પ્રમુખાદિની ચૂંટણી સંબંધી કંઈ પણ હકીક્ત જાહેરમાં નથી મૂકતા એ જાણી જોઈને મુનિસંમેલનને વધારે ભયવાળી સ્થિતિમાં મૂકવા જેવું કરે છે, એવું મારું નમ્ર મતવ્ય છે. જે કંઈ કરવું જ છે, તે શા માટે જાહેર રીતે ન કરવું ? આનું પરિણામ તે એક જ આવી શકે કે
૧ ચોક્કસ સાધુઓને મુનિસંમેલનમાં નહિ આવવાનું કારણે મળશે.
૨ જેઓ મુનિસંમેલન ભરવાના સખત હિમાયતી છે, તેઓ પણ એ શંકામાં દેરવાશે, કે આ સંમેલન અમુક પક્ષનું જ થવાનું છે, અને તે પિતાનું ધારેલું કરવાની ઈચ્છાથી જ થશે.
સુધારક વર્ગને મુનિસંમેલન સંબંધી અનેક શંકાઓ જાહેરમાં મૂકવાનું કારણ મળશે.
“એટલા માટે મારી તે એજ સૂચન છે કે મુનિસંમેલનની તમામ બાબતે વર્તમાનપત્રોમાં જાહેર કરવી અને તે ઉપર ખૂબ ઉહાપોહ થવા દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org