________________
પશ્ચાદ્ અવલોકન સમાજને બને ભારે કેલાહલ ઉત્પન્ન થયે. અને એ કોલાહલને સમાવવા માટે જ સાધુસંમેલન ભરી, બની શકે તે સંઘપદક તૈયાર કરાવ્યો.
હવે સંઘપટ્ટક ગમે તે મેળે હેય કે ઉમ્ર હોય, પણ સાધુસમુદાયની ફરજ એ હતી કે તેમણે સર્વાનુમતિથી કરેલા ને સ્વીકારેલા એ સંઘપટ્ટકને વફાદાર રહેવું; પરન્તુ સમેલનના મંડપને વીંખાયાને ગણ્યા–ગાંડ્યા દહાડા વીત્યા કે ખૂદ રાજનગરમાં જ શ્રી કૌભાગ્યવિજયજી નામના સાધુએ સંઘપટ્ટકની દીક્ષાને લગતી કલમોનું ખંડન છડેચોક કર્યું. એમણે બે જણને માબાપની રજા વગર, સગાંવહાલાંઓની અનુમતિ વગર, સપિયાની લાલચ આપી અમદાવાદના નાગરીસરાહના ઉપાશ્રયમાં દીક્ષા આપી દીધી !
આ ખબરે વર્તમાનપત્રોનાં પૃષ્ઠો પર ચઢી, જગજાહેર બની; પણ અમદાવાદના શ્રી સંઘે તે માટે એક હરફ પણ ન ઉચ્ચાર્યો! સમેલનની નવની કમિટિએ પણ મૌન સેવવામાં પિતાની શોભા માની લીધી! પણ ખરું જોતાં તે એ નવની કમિટિ કાંઈ કાયમને માટે નિયુક્ત થઈ નહેતી; એટલે આવા પ્રસંગે કઈ સત્તાના આધારે તે પગલાં લઈ શકે ? એટલે આટલી જહેમત પછી પણ સાધુસમુદાયની દશા પહેલાના જેવી જ નિર્ણાયક રહી અને ઠરાવને ભંગ થતો જ રહ્યો. કેટલુંક વર્તમાનપત્રો પરથી ટપકાવેલું ટૂંકુ ટાંચણ અત્રે આપવું ઉચિત થશે.
સમેલન પછી જેઠ વદી પાંચમના દિવસે દર્શનવિજયજી નામના એક સામાન્ય સાધુએ શ્રી સાગરાનન્દસૂરિની સાનિધ્યમાં અમદાવાદ ખાતે પાંજળાપોળમાંની જ્ઞાનશાળામાં; એટલે શ્રી વિજ્યનેમિસુરિજીના જ ખાસ નિવાસસ્થાને, ત્રીજે માળે, જીવણ
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org