________________
કાર્યવાહી પર દષ્ટિપાત હૈય, તે તે સાધુઓ એકબીજાને મળ્યા, એકબીજાને ઓળખતા થયા, એકબીજાને માટે એકબીજાને જે ભ્રમે હતા તે ઘણેખરે અંશે દૂર થયા; આ એક મોટામાં મેટો ફાયદો થયો છે. પિપોને પ્રભાવ - મને લાગે છે કે આટલું પણ ન થાત. અને સાધુઓ એવી ફજેતીપૂર્વક ત્યાંથી વિખરાત, કે દુનિયામાં ઊંચું માથું કરીને ચાલવું ભારે થઈ પડત; પરન્તુ મારા નમ્ર મત પ્રમાણે એ વર્તમાનપત્રોને જ પ્રભાવ છે, કે જેમની રોજની ચીમકીઓ સાધુઓને સચેત કરતી હતી. આ ચીમકીઓથી ભલે કેટલાક તરફથી તે વખતે કોલાહલ મચાવવામાં આવતું હતું, પરતુ પરિણામે એ પેપરોએ જ ચેતવ્યા હતા, ને ૩૪ દિવસે પણ વધારે કફોડી સ્થિતિથી બચીને બહાર નીકળ્યા હતા. થયેલા કરાવે.
બેશક જગતની દષ્ટિએ મુનિસમેલને અગિયાર કરાવે પાસ કરીને બહાર પાડ્યા છે; પરંતુ તમામને અંતરાત્મા સમજી શકે છે, કે એની ઉપયોગીતા કેટલી છે, એને અમલ કેટલે થવાનું છે, અને એનાથી શા ફાયદા થવાના છે? જેમ જેમ સમય જાય છે, તેમ તેમ આ બધું જેવાઈ રહ્યું છે. હજુ તે “સમેલન અને સમેલનના ઠરાવો' એવું નામ લેવાય છે; પરતુ એક સમય બહુ નજીકમાં આવશે, કે જ્યારે તેનું નામ સરખું પણ લેવાશે નહિ. સાધુઓમાં જ્ઞાનવૃદ્ધિ, સાધુઓમાં ઐક્ય, સાધુઓમાં સ્વચ્છન્દતા, સાધુઓમાં વધતો જતો પરિગ્રહ, સાધુઓની ક્રિયાશિથિલતા ઇત્યાદિ સાધુસંસ્થાની ઉન્નતિ સંબંધી એક પણ ઠરાવ વ્યવહારુ પગલાં ભરી શકાય એવું નથી થયું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org