________________
પાદું અવલોકન એમ સૌ કોઈ જોઈ શકે છે, તેમ છતાં “ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસનમાં જે કંઈ અનિચ્છનીય વાતાવરણ થઈ રહ્યું હતું, તેની શાન્તિને માટે જે કંઈ ઠરાવ થયા છે, તેમાં કેટલાક આદરવા જેવા કેટલાક જાણવા જેવા ને કેટલાક હસવા જેવો પણ થયા છે. ગમે તેવા પણ જે ઠરાવ થયા છે, તેનું પાલન કરવું એ પ્રત્યેક મુનિરાજનું કર્તવ્ય છે. પરંતુ સમેલન પરના આટલા ટૂંકા સમયમાં પણ જોઈ શકાયું છે. કે એ ઠસને પાળવાને માટે કેટલા સાધુઓ તૈયાર છે ? દીક્ષા જેવો વિષય કે જેને અનિચ્છનીય વાતાવરણનું પ્રધાન કારણ સમજવામાં આવતું હતું, તેના ઉપર ઘણું વિચારપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવને વિચાર કરીને એકકસ બંધારણ કરવામાં આવ્યું, છતાં પણ તે દીક્ષાના સંબંધમાં જેઓ પહેલા જેવી માન્યતા ધરાવતા હતા તેઓ તેવી જ માન્યતાઓને આગળ કરી રહ્યા છે અને જે નિયમ બાંધવામાં આવ્યા છે, એમાં બારીક પ્રસંગે શોધી રહ્યા છે. મને યાદ છે કે કેટલાક મહાપુર તો આ દીક્ષા અને બીજા વિષયે માટે પણ તે જ વખતે બોલતા હતા કે “ઠરા ગમે તે થાય પરંતુ અમે તે જે માન્યતા રાખીએ છીએ તેજ પ્રમાણે પ્રચાર કરીશું.” જ્યાં આવી દશા તે જ વખતે હતી
અને તે પણ ખાસ અગ્રગણ્ય મહાપુરુષોની, તે પછી એ ઠની કિંમત કેટલી થઈ શકે; એ સહજ સમજી શકાય તેવી વસ્તુ છે અને એવી સત્તા પણ કઈ છે કે જે સાધુઓ પાસે તેને અમલ કરાવી શકે તેમ છતાં એ વાત તે ચક્કસ છે કે સર્વ સમ્મતિથી, ભલા કે બુરા, અનુકુળ કે પ્રતિકુળ જે કંઈ કરવો થયા છે એનું પાલન કરવું એ સાધુઓને માટે કર્તવ્ય સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org