________________
ઠરાની જાહેરાત નિર્ણયે પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વાંચી સંભળાવશે.
“આ એતિહાસિક અને યશસ્વી મુનિસંમેલનમાં અનેક વિશિષ્ટતાઓ પિકીમાંની કેટલીક ખાસ આદર્શરૂપે છે. જેમકેનવ વૃદ્ધ મહાપુરુષોએ અગીઆરે મુદ્દાના નિર્ણયો કાંઈપણ વિસકતા વિના એક જ મતે કરી ઘણું જ ઉત્તમ દષ્ટાંત પૂરું પાડયું છે.
‘સંમેલન પહેલાં અનેક પક્ષભેદ અને વિચારભેદમાં વહેંચાયેલા જણાતા પૂજ્ય મુનિઓએ સંમેલન–મંડપમાં તેઓની બેઠક મર્યાદા મુજબ લઈ લીધી હતી.
વર્તમાન સમયની પદ્ધતિ મુજબના કેઈપણ પ્રમુખની નીમણુક કર્યા વિના, પરાપૂર્વની શાસ્ત્રીય પ્રથા મુજબ પૂ. આચાર્યાદિ વડીલેની આમન્યા બરાબર જાળવીને તેત્રીસ દિવસ સુધી કાર્ય કર્યું. દરરોજ પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પુનિત શ્રી નવકારમંત્રથી મંગળાચરણ કરી, કાર્યની પૂર્ણાહુતિ પણ મંગલાત્મક કથી કરતા. રાજના માત્ર અઢીથી ત્રણ કલાક એવા ફક્ત તેત્રીસ જ દિવસમાં નિર્ણ કરવા વિષયે તારવ્યા, તે સંબંધી શાસ્ત્રીય ચર્ચાઓ કરી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવ વિચાર્યા, અનેક મંડળીઓ નીમી અને સર્વાનુમતે સફળ નિર્ણય કર્યો.
“સંમેલન મળવા અગાઉ બધા સાધુઓ એકત્રિત થાય એ દુઃશક્ય મનાતું, મળ્યા પછી પ્રેમભાવે વર્તે એ પણ દુ:શક્ય મનાતું અને છેવટે સર્વાનુમતે નિર્ણય કરી શકે એ અશકય મનાતું. પરંતુ આપણે પૂમુનિ મહારાજાઓએ બધી જ
२२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org