________________
કાર્યવાહી તેના ઉપર પોતાનો નિર્ણનો ખરડે તૈયાર કરવાનું કાર્ય પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી, પૂ. પં. શ્રી રામવિજયજી ગણિ, મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી, અને મુનિરાજશ્રી ચંદ્રસાગરજી એ ચાર મુનિરાજોને ચિત્ર સુદ બીજ ના રેજ સેપ્યું હતું. જેઓએ બેજ દિવસમાં તેમને તૈયાર કરેલે ખરડે ત્રીસ મુનિરાજોની મંડળીમાં રજુ કર્યો હતો.
આ ખરડા ઉપર વિચારણા કરતાં એક નવી મંડળી નીમવાની જરૂર જણાવાથી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયભુપેન્દ્રસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી, પરમ પૂ. આચાર્ય શ્રીમદ્ વિજનીતિસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્દ જયસૂરીશ્વરજી, પૂ. મુનિરાજ શ્રી સાગરચંદ્રજી–એ નવની સર્વેને બંધનકારક નિર્ણકારી મંડળી ચૈત્ર સુદ અગિયારશ ના રોજ સર્વ સત્તા સાથે નીમાઈ હતી.
આ મંડળીએ ચૈત્ર વદ છઠ સુધી અગિયાર મુદ્દાઓની દીર્ધ વિચારણા કરીને સર્વાનુમતે કરેલા નિર્ણયો ચૈત્ર વદ સાતમના રોજ સવારે બધા મુનિરાજે સમક્ષ જાહેર કર્યા હતા. આ નિર્ણ હિંદુસ્તાનના સકલ શ્રી સંઘને અત્રે નિમંત્રી પ્રસિદ્ધ કરવાનું આપણે નક્કી કર્યું હતું. પરંતુ હાલ આપણું શહેરમાં ચાલતા મેનીનજાઈટીસના ઉપદ્રવને અંગે તેમ કરવું અશક્ય હેઈ આપણે લાચાર છીએ, જેથી આ નિર્ણની નકલ દરેક ગામના શ્રી સંધને મોકલી આપવાનું નક્કી કર્યું છે. આપ સર્વ સમક્ષ તે
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org