________________
ઠરાવની જાહેરાત “આપ શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘનાં દર્શન કરીને હું કૃતાર્થ થાઉં છું. આજનો દિવસ શ્રી જેનશાસનના ઈતિહાસમાં એક પુણ્ય સ્મારક તરીકે ચિરંજીવ રહેશે
છેલ્લાં થોડાંક વર્ષોથી આપણું જૈન સમાજમાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણ ઉત્પન્ન થયું હતું. આટલું પણ આપણું અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ શાસનમાં છાજે નહિ, અને પૂજ્ય શ્રી મુનિ સંધ એકત્રિત થઈને ચર્ચાસ્પદ પ્રશ્નોના નિર્ણય જાહેર કરે તો એ વાતાવરણને દૂર કરી શકાય, એમ આપણે સમાજના વિચારશીલ મુનિવર્યો અને ગૃહસ્થને લાગવાથી જુદે જુદે સ્થળે ચાતુર્માસાર્થ વિરાજતા પૂજ્ય આચાર્યાદિ મુનિવર્યો સાથે જરૂરી વાટાઘાટ (ગૃહસ્થા દ્વારા) ચાલી રહી હતી, અને તેઓશ્રીએ પિતાનું સંમેલન ભરવાનું નક્કી કર્યું હતું.
“આ શુભ સમાચાર પ્રાપ્ત થતાં ચાલુ વર્ષને કાર્તિક સુદ ૧૩ ના આપણું રાજનગરના શ્રી સંઘના આગેવાન ગૃહસ્થાએ મળી પૂજ્ય શ્રી જૈન શ્વેતાંબર મુનિ સંમેલન ભરવાનું આમંત્રણ કરવા માટે પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે જવાનું નક્કી કર્યું હતું.
આ નિર્ણય મુજબ ચાલુ વર્ષના પિષ સુદ ૬ ના રોજ હું અને બીજા ત્રીસ ગૃહસ્થ પાલીતાણું ગયા અને ત્યાં બિરાજતા પ. પૂ. આચાર્યાદિ મુનિવર્યોને મળ્યા, પરમપૂજય આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયનેનિસુરીશ્વરજી મહારાજે મુનિ સંમેલન માટે ફાગણ વદ ત્રીજનું મુહૂર્ત કાઢી આપ્યું.
“આ પછીથી મુનિ સંમેલનમાં પધારવા માટે લાઠીદડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org