________________
ઠરાની જાહેરાત ચૈત્ર વદી ૧૧, મંગળવાર તા. ૧૧ એપ્રીલ, ૧૯૩૪
સત્ર વદી ૧૧ ને મંગળવારે સવારે સાડા નવ વાગે નગરશેઠના વડે ચતુર્વિધ સંઘની સભા મળી હતી, જેમાં અમદાવાદમાં હાજર રહેલાં સાધુ સાધ્વીઓ તથા સંખ્યાબંધ શ્રાવક શ્રાવિકાઓ ભેગાં મળ્યાં હતાં. બાળાઓએ પ્રારંભનું મંગળગીત ગાયા બાદ શ્રીમાન નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈએ પિતાનું પ્રાસંગિક ભાષણ વાંચી સંભળાવ્યું હતું. જેમાં મુનિ સંમેલન શા કારણે ભરવામાં આવ્યું, તેને નિર્દેશ કરી, ત્યારબાદ તેને કેવી રીતે નિર્ણય થયા અને તે માટે શું શું પ્રયત્નો કરવામાં આવ્યા, કેવી રીતે મુહૂર્ત અપાયું, આમંત્રણે નિકળ્યા અને પ્રયત્નોના સંતોષકારક જવાબ મળ્યા એને ટુંકમાં ઉલ્લેખ કરતું નીચેનું ભાષણ વાંચી સંભળાવ્યું હતું.
શ્રી વીરાય નમઃ સર્વલબ્ધિ સંપન્નાય શ્રી ગૌતમ સ્વામિને નમે નમઃ
“પરમતારક શ્રી તીર્થંકર દેવેથી નમસ્કૃત થયેલ ચતુવિધ શ્રી સંઘમાં અગ્રપદે વિરાજતા શાસન ધુરાધારી પરમપૂજ્ય આચાર્ય દેવાદિ મુનિપંગ, પૂજ્ય શ્રી સાધ્વીજીઓ, શ્રાદ્ધગુણ વિભૂષિત ભાઈઓ અને બહેનો,
૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org