________________
કાર્યવાહી સુરત, ધરમજ, વઢવાણ, ખંભાત, પાટણ, ઈન્દ્રોડા, બામણવાડા ભીનમાલ, સેરીસા, સાણંદ, વિરમગામ, વલાદ. વટવા વગેરે સ્થળે તેમજ અને જુદા જુદા ઉપાશ્રયે બિરાજતા પૂજ્ય આચાર્યદેવાદિ મુનિવર્યોને આમંત્રણ આપવા કેટલાક ગુહસ્થ સાથે હું ગયેલે અને દરેક સ્થળે મુનિસંમેલનને આવકારદાયક જણાવવામાં આવ્યું અને મુનિ સંમેલનમાં પધારવાનો ચોક્કસ જવાબ પૂછતાં તેઓશ્રીની ધર્મ-મર્યાદાને ગ્ય આશાભર્યા જવાબો મળ્યા હતા અને આપણે જોઈ શકયા છીએ કે લગભગ બધા મુનિ મહારાજાએ અત્રે પધાર્યા હતા.
“સાધુ સંમેલન ભરવા માટેનું આપણું આમંત્રણ સ્વીકારાયા બાદ તેને અંગેની સર્વ ગઠવણે કરવા માટે મહા સુદ બીજના અને મળેલી આપણું શ્રી સંધની સભામાં સ્વાગત મંડળની નિમણુંક કરવામાં આવી. આ સ્વાગત મંડળે કાર્યની સુવ્યવસ્થા માટે વૈયાવચ્ચ સમિતિ, સેવાદળ સમિતિ, અને મંડળ સમિતિ નીમી હતી. અને આ સમિતિઓએ આજ સુધી ઘણી ઘણી મીટીંગો ભરી તેમની ફરજ સંતોષકારક રીતે બજાવી છે.
મહાસુદ પાંચમથી મુનિ સંમેલનની નિમંત્રણ પત્રિકાઓ. દરેક પૂ. આચાર્યાદિ મુનિવર્યોને બની શક્યું ત્યાં સુધી ગૃહસ્થ દ્વારા હાથે હાથ પહોંચાડવાની ગોઠવણ કરવામાં આવી હતી.
ફાગણ સુદ પૂર્ણિમાની રાતના આઠ વાગે શ્રી સંધની સભા મેળવીને ત્યાં સુધીમાં થયેલું કાર્ય જણાવવામાં આવ્યું હતું.
“અગાઉથી જાહેર થયા મુજબ ફાગણ વદ ત્રીજના બેરના વિજયમુહૂર્તમાં ચતુર્વિધ શ્રીસંધ એકત્રિત થયું હતું. આ
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org