________________
દિવસ બાવીસ વ્યવસ્થિત થશે. હું ધારું છું કે પરિવર્તન ન જ થઈ શકે એમ કોણ કહી શકે તેમ છે ? માટે દરેક ગ્રુપમાંથી બબ્બે કે ત્રણ ત્રણ નીમ ! ચારસામાં પોતાના વિચારે ખુલ્લા દિલથી ન કહી શકાય. ૪૦૦ ભેગા મળીને દિવસેના દિવસે રોકાઈશું, તે કરતાં ચેડાની કમીટી નીમીએ, ને તે વિચાર કરે તે વધારે ઈષ્ટ છે.
સાગરાનંદસૂરિજી–પુણ્યવિજ્યજીએ કહ્યું, તેમ કમીટી ચૂંટવી ગ્ય લાગે છે? ઉ. દેવવિજ્યજી-મને ઠીક લાગે છે. તમને કેમ લાગે છે ?
(આ સમિતિમાં ઘણાએ સંમતિ આપી હતી.) ચંદ્રસાગરજી–પુણ્યવિજયજીએ નેટ કરી છે, તેમાં જે કારણે લખ્યાં છે; તે કારણથી શાસનની હાનિ થઈ છે, તેને નિર્ણય ન થાય ત્યાં સુધી પરિવર્તન કરવું કે ન કરવું એટલા માટે ભલે વિચાર કરે. તેમાં વાંધો નથી. અનિચ્છનીય વાતાવરણ શા કારણથી થયું છે તે નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી તેમાં હું સંમત નથી. ઉમ્મરને અંગે અનિચ્છનીય વાતાવરણ થયું નથી, એમ હું સ્પષ્ટ માનું છું. - વિદ્યાવિજયજી–આને અર્થ એમ થાય કે હજુ અનિછનીય વાતાવરણના અંગે જ શંકા રહે છે. તે થયું છે કે નહિ, તેને નિર્ણય કરે.
ચંદ્રસાગરજી–જે વાતાવરણ અનિચ્છનીય છે, તે તે દીક્ષાની વયને અંગે નથી. . વલ્લભસૂરિજી–અનિચ્છનીય છે કે નહિ, હેય તે. શા કારણથી છે તે અને તેમાં શું પરિવર્તન કરવું, એ બધી સત્તા હોય તો જ કમીટી નીમવી.
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org