________________
કાર્યવાહી - લબ્ધિસૂરિજી—ચંદ્રસાગરના કથનને હું મળતું છું, આ કારણથી અનિચ્છનીય વાતાવરણ થયું છે કે નહિ તે નક્કી કરવું જોઈએ.
નેમિસૂરિજી–કોઈપણ રસ્તે વિદ્યાવિજયજી કહી ગયા તેમ, શાંતિ કરીને ઊઠીએ તે જ ઠીક થાય. ઓપન માઈન્ડ (Open Mind) વાળાઓએ મળીને કામ કરવું. - લબ્ધિસૂરિજી––વયને આગળ લઈ જવી તે વીતરાગના શાસનને બાધા પહોંચાડવા બરાબર છે. રાજ્યનું આક્રમણ ન થાય, શાંતિ થાય તેમ કરવું, પણ વયને આગળ લઈ જવી તે વ્યાજબી નથી.
નેમિસુરિ–વિદ્યાવિજયજી કહે છે તેમ આ સમય મળવો મુશ્કેલ છે. માટે શાંતિ થાય તેમ કંઈક કરીને ઉઠવું. ‘વેટ” ને “કમીટી' રહેવા દે. પણ સામાન્ય રીતે વિચાર કરીને આવીએ તે તે શું ખોટું છે ?
વિવાવિજયજી—સરકારના કાયદા બની રહ્યા છે.
વલ્લભસૂરિજી––નહિ, ગૃહસ્થ સરકાર પાસે કાયદાઓ પાસ કરાવશે.
૫.૦ રામવિજયજી––અહીં એમ કહેવામાં આવે છે કે ૮-૮ વર્ષના બાળકેને દીક્ષા આપે છે, તેથી કોલાહલ થાય છે. બીજી બાબતમાં શ્રાવક કેલાહલ કરશે તે ૮ થી ૧૬ વર્ષ સુધીમાં કઈ સંમતિ વિના દીક્ષા દેતું નથી. માબાપને વિરોધ નથી, વાલીઓને વિરોધ નથી, કુટુંબીઓને પણ નથી, પણ વિરોધ કેણું કરે છે તે બધું હું જાણું છું. કયા શ્રાવકેને આપણે એકઠા કરીશું કે તેનું કહેવું બધા માની લેશે ? માટે વિરોધ
૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org