________________
કાર્યવાહી
વલ્લભસૂરિજી તે બરાબર છે. શ્રાવકને બેસાડવા જ જોઈએ.
વિદ્યાવિજયજી-હજુ પણ એકાદ દિવસ સંમેલન મુલતવી રાખીને પણ બે ચાર સાધુઓ ચાર શ્રાવકને સાથે બેસાડી નિર્ણય કરે એ એગ્ય છે. કાંઈ જ નહિ કરીએ તે ભારે હાંસી થશે. માટે જરૂર કાંઈક રસ્તો કાઢવે મને તે ઠીક લાગે છે.
નેમિસૂરિજી–સાગર! કહે શી રીતે કરવું છે?
વિદ્યાવિજયજી-દરેક ગ્રુપમાંથી બે કે ત્રણ ત્રણ નક્કી કરીને એક સ્થાને તેમની મીટીંગ બોલાવીને નક્કી કરવામાં આવે તે મને ઠીક લાગે છે. પછી તેમને જરૂર હોય તે ગ્ય શ્રાવકને મીટીંગમાં બોલાવે.
ઉદેવવિજયજી-બાર કરતાં પાંચ મોટા આચાર્યોને જ નક્કી કરે! તે નિર્ણય કરે તે બધાએ મંજુર રાખ.
સાગરાનંદસૂરિજી-પાંચ જણ કરે તે બધાને મંજૂર છે, એ નક્કી કરે ! એ પાંચ સવારમાં વિચાર કરે અને જે નિર્ણય કરે તે બધાએ મંજૂર રાખે, અને આગળ સંમેલનનું કામ બપોરે શરૂ કરવું.
વિદ્યાવિજયજી–આટલે ખુલાસે અહીં ન થઈ શકે કે ફેરફાર કરે કે નહિ ? “હા” કે “ના” એટલું જ પૂછી લેવામાં આવે. શું કરવું તે પછી નિર્ણય થશે.
રંગવિમલજી—આનો જવાબ અહીં કેઈ આપશે નહિ.
પુણ્યવિજયજી–પરિવર્તન થઈ શકે છે, પરિવર્તન થયાં છે, થાય છે અને થશે. આપણે નહિ કરીએ તે બીજાઓ કરશે. બીજા કરશે તે અવ્યવસ્થિત થશે. આપણે કરીશું તે
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org