________________
દિવસ બાવીસ માણેકમુનિજી—આપણે શાસ્ત્રના પાઠ લખી દઈશું.
ઉ. દેવવિજયજી–પાઠ આપણી પાસે રહેશે. પાલણપુરમાં દીક્ષા બંધ રહી. સંધના કાયદા અને રાજ્યના કાયદા પાસે આપણે શું કરીશું? હાથે કરીને તમે એમને ઉશૃંખલા બનાવો છે.
(ત્યારબાદ પંદર મિનિટ સુધી મૌન ચાલ્યું હતું.)
માણમુનિજી—નિર્વાણલિકા પાદલિપ્તાચાર્યરચિત છે, તેમાં દીક્ષાવિધિ છે. એમાં કેવી વિધિ છે અને અત્યારે કેવી વિચિત્ર છે તેમાં કેટલે ફેરફાર થયો છે તે જણાવવા માટે કહું છું.
(તેના કેટલાક પાઠ વાંચ્યા પછી હસાહસ થઈને બીજી વાતમાં ત્રણ વાગ્યા. ત્યારબાદ પંદર મિનિટ મૌન ચાલ્યું.)
વલ્લભસૂરિજી—કઈ બોલતું તે છે જ નહિ. તે દિવસે રવિવાર હતું. આજે રવિવાર છે. આ દિવસે આ મંડપમાં બેઠા હતા તે આજે જ સમાપ્તિ થાય તેમ લાગે છે. કારણ કે કઈ બોલતું નથી; માટે આજની સમાપ્તિ સાથે સંમેલનની સમાપ્તિ સમજી લેશે.
વિદ્યાવિજયજી–હજી પણ હું પ્રાર્થના કરું છું કે બધા હદયની કમળતા કરીને કાંઈક પણ કરી લે. બેચાર જણા અલગ બેસીને વિચાર કરી આવી અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે કંઈ ફેરફાર કરી શકીએ તેમ છીએ કે નહિ તે વિચારી લો. ‘હા’ ‘ના’ને નિર્ણય કરે.
ઉ૦ દેવવિજ્યજી–સાધુઓથી આ કામ થાય તેમ મને નથી લાગતું. શ્રાવકા વચ્ચે બેસે તે જ કાંઈક થશે.
૧ ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org