________________
કાર્યવાહી
વલ્લભસૂરિજી—શાસ્ત્રદષ્ટિએ પરીક્ષા કરવાને કેટલો કાળ છે ? મારા ધારવા પ્રમાણે છ મહિનાનો સમય હોવો જોઈએ. વ્યક્તિ વિશેષને માટે ઓછેવત્તે પણ હોઈ શકે.
આ વખતે સાગરાનંદસૂરિજીએ ધર્મબિન્દુનું ભાષાંતર વિજયવલ્લભસૂરિજીને આપ્યું. આ ગ્રંથના મૂળ પાઠમાં વડી દીક્ષા શબ્દ નહિ હોવા છતાં ભાષાંતરમાં દષ્ટિગોચર થે, અને તેથી શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે “કર્યો ચક્કરમેં ડાલ રહે હો ? મૂલ સૂત્ર લાઈએ!” પછી મૂળસૂત્ર મંગાવ્યું, તે એમાં કયાંય વડી દીક્ષાનો પાઠ જણાય નહિ. આ ઉપર કેટલીક ચર્ચા ચાલી.
પુણ્યવિજયજી–આ વિષયમાં બધાએ અભ્યાસ તે કર્યો જ હશે, તે પછી મૌન શા માટે લઈને બેઠા છો ?
વિદ્યાવિજયજી–જે ચાર જણની કમીટીએ આ ખરડો રજૂ કર્યો છે, તેમણે આ વિષયમાં કાંઈ ચર્ચા કરી છે કે કેમ? અને કરી છે તે તેને શો નિર્ણય કર્યો હતો, તે આપણે જાણીએ તે વધારે સારું.
પુણ્યવિજયજી–અમે અવશ્ય નક્કી કર્યું છે. આ મુદત લઘુ દીક્ષાને માટે છે.
૫. રામવિજયજી–નંદનસૂરિજીએ પણ કહ્યું હતું કે આ મુદત લઘુ દીક્ષાને માટે છે.
આમ ચાર જણની કમીટીને મત જાહેર થતાં બધાઓમાં એક વિચિત્ર પ્રકારને ભાવ ફેલાઈ ગયો હતો.
સાગરાનંદસૂરિજી–આ સંબંધમાં યતિજિતકલ્પ,નિશિથસૂર્ણ વગેરે જેવું પડશે.
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org