________________
પૂર્વાંગ પક્ષની અનેક રીતે ટીકાઓ થઈ. આ પ્રકરણે સંધસત્તાના પ્રશ્નને જન્મ આપે. “ચતુર્વિધ સંઘનું બંધારણ શું? “સાધુ સંધ અને શ્રાવક સંઘની અરસપરસ ફરજ શું? વગેરે વિવિધ પ્રશ્નો ચર્ચાવા લાગ્યા.
થોડા વર્ષ બાદ સંધ બહારનો એક બીજો કિસ્સે બન્યો. પંડિત બેચરદાસ જીવરાજ દોશીને શ્રી. વિજયનેમિસૂરિએ અમદાવાદના સંધ દ્વારા જૈનસાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ અને ‘તમસ્તારણું” નામનું પુસ્તક લખવા માટે સંધ બહાર મુકાયેલા જાહેર કર્યા. પણ આ વખતે અમદાવાદના શ્રી સંધના ઠરાવને કઈ મોટા સ્થળોએથી કે ન મળે અને ખુદ તેમની જન્મભૂમિ વળાના સાથે તેમને સંધમાં જ રાખ્યા. આ બનાવ બે વસ્તુઓ પૂરવાર કરી : અયોગ્ય રીતે વપરાતી સંધસત્તા સામે સમાજને તિરસ્કાર અને સાધુઓની સમાજ પરથી ઓછી થતી લાગવગ. પણ સત્તાનાં ઘેન જ્યાં ઘેરાં હોય ત્યાં એટલે ઊંડે વિચાર કરવાની તસ્દી કોણ લે છે?
આ બનાવ પછી સં. ૧૯૮૧ માં શ્રી આત્મારામજી મહારાજના સમુદાયમાં પંજાબખાતે એક બાજુ શ્રી વિજયવલ્લભસૂરિજીને આચાર્ય પદવી આપવામાં આવી ને બીજી બાજ ગુજરાતમાં છાણ મુકામે શ્રી વિજયદાનસૂરિને આચાર્ય પદવી આપવામાં આવી. શ્રી વિજયવલ્લભસૂરિજીને પદવીસમય એક કલાક વહેતે હતો. પરંતુ તે સંબંધી ભારે કલહ ઉત્પન્ન થયો ને “ખરા પટ્ટધર કોણ? એ સંબંધી વર્ષો સુધી ચર્ચા ચાલી જેનું આજ સુધી પણ નિરાકરણ થઈ શક્યું નથી. આ ઝગડાએ જૈન સમાજને ખૂબજ નુકશાન કર્યું. શ્રી વિજય વલ્લભરિજી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ પ્રમાણે વર્તનાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org