________________
સા. સં. ભરવાનાં તાત્કાલિક કારણે અને ગૃહસ્થોએ તેને પોતાની પ્રાચીન પ્રણાલિકાને બાધક માની તેની ઉપેક્ષા કરી ત્યા વિરોધ કર્યો.
આ અરસામાંજ નવયુગ પ્રવર્તક શ્રી વિજય ધર્મસૂરિએ જૈન શાસનમાં દેવદ્રવ્ય સંબંધી અભ્યાસપૂર્વક લેખે લખવા માંડયા અને તેમાં એવું પ્રતિપાદન કર્યું કે જે જાતના સંકલ્પ પૂર્વક દેવ સમક્ષ દ્રવ્ય મૂકાયું હોય છે, તે રીતે તેને ઉપયોગ થઈ શકે છે. શ્રી વિજય નેમિસુરિ અને શ્રી સાગરનંદસૂરિની આગેવાની નીચે જુનવાણું માનસના સાધુઓએ તેનો પ્રચંડ વિરોધ કર્યો અને જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો. વાત એટલેથી જ અટકી નહિ પણ અતિ કટુ ભાષામાં સામસામા હેન્ડબોલે ને ટ્રેકટો નીકળ્યા અને અંગત આક્ષેપ પણ પુષ્કળ થયા. તેને લીધે વાતાવરણ પ્રથમ કરતાં વિશેષ કલુષિત બન્યું. એ ચર્ચા કંઈક શાંત પડવાનો સમય આવતાં લાલન-શીવજી પ્રકરણ શરુ થયું. શ્રી. ફક્તહચંદ કરચંદ લાલન અને શ્રી. શીવજી દેવશી નામના બે જેન ગૃહસ્થોએ પાલીતાણું પર પિતાની અંગપૂજા કરાવી છે એવા આરોપસર શ્રી વિજયનેમિસૂરિએ બોટાદના સંઘદ્વારા તેમને સંધબહાર મુકાવ્યા ને કેટલાક સંધે તેમને પગલે ચાલ્યા. પણ પદ્ધતિસરની તપાસ વિના, આરોપ ઘડી આપેલા અયોગ્ય ચુકાદાએ જેને સમાજમાં બે મોટા પક્ષે ઊભા ક્ય.
આ વાતાવરણ વિશેષ બગડતું ગયું. સુધારક પક્ષે તથા શ્રી વિજયવલ્લભસૂરિ આદિ કેટલાક સાધુઓએ લાલન શિવજીને ગુન્હેગાર માન્યા નહિ. આજ સુધી સામાન્ય રીતે એક બીજા સંઘની આમન્યા જળવાતી તે આ પ્રસંગે તૂટી અને પલટાતા સમયમાં પણ ટુંકી દૃષ્ટિ રાખવા માટે જુનવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org