________________
કાર્યવાહી
વલ્લભસૂરિજી–જે એમ જ હોય તે દીક્ષા દેનારના ગુણે લખવાની જરૂર નહતી. ગીતાર્થ સિવાય દીક્ષા દેવાને અધિકાર છે કે નહિ ?
સાગરાનંદસૂરિજી–નહિ.
વલ્લભસૂરિજી—તે પછી ગીતાર્થમાં કયા ગુણ હોવા જોઈએ, તે નક્કી કરવા જોઈએ અને તે કામ ગીતાર્થનું જ રહેવું જોઈએ.
(અહીં ગીતાર્થ શબ્દ ઉપર કેટલીક ચર્ચા ચાલી હતી. પં. શ્રી લાવણ્યવિજયજીએ અંતમાં જણાવ્યું કે “દીક્ષાની પહેલી કલમ ઉપર શું કહેવાનું છે તે કહે. અહીં વયની અપેક્ષા છે. ગ્યતાની અપેક્ષા છઠ્ઠી કલમમાં આવશે.”
પુણ્યવિજ્યજી–વયની અપેક્ષા જે નક્કી કરી છે તે શાસ્ત્ર દૃષ્ટિએ છે, પણ વ્યવહારિક દૃષ્ટિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે વિચાર કરવો જોઈએ.
(અહીં આઠ વર્ષ કે આઠ વર્ષની ઉપરની ઉમ્મર એ વાત ઉપર જરા ચર્ચા ચાલી હતી)
વિદ્યાવિજયજી–આ ખરડાના પ્રારંભના પહેલા પેરેગ્રાફમાં શાસ્ત્રષ્ટિ ઉમેરવાની જરૂર છે.
પુણ્યવિજયજી–જે કાંઈ ઉમેરે કરે છે તે મૂળ ખરડામાં ન કરતાં, છેલ્લા સુધારાનું પરિશિષ્ટ કરીને કરવું ઠીક છે. ખરડાની અંતમાં ઉપરની બધી વાત શાસ્ત્રદષ્ટિએ લખવામાં આવી છે, એમ સ્પષ્ટ લખેલું હોવાથી તે શબ્દ ઉમેરવાની કોઈ આવશ્યકતા નથી.
આ પછી દીક્ષાના ખરડાની એક પછી એક કલમે વાંચ
१४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org