________________
અઢારમા દિવસ
ચૈત્ર સુદ ૬, બુધવાર તા. ૨૧ માર્ચ, ૧૯૩૪
આજે કાર્યના પ્રારંભ ૧-૧૫ મિનિટ થયા હતા. શ્રી વિજયનેમિસૂરિજીની તબિયત અસ્વસ્થ હાવાથી તે। બહાર હવામાં એઠ: હતા. શરૂઆતમાં ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ જણાવ્યું હતું કે ‘સંદેશ પત્ર ઉપરથી જણાય છે કે કેશરિયાજીની બાબતમાં યોગીરાજ શ્રી શાંતિવિજયજીએ ફરીથી ઉપવાસ ચાલુ કર્યાં છે.' ત્યારબાદ ઉપાશ્રયે ઉપાશ્રયે સાધુએ બિમાર છે તે સબધી વાતે નીકળી હતી.
રંગવિમળજી–જલદી નિવેડા લાવે તે સાધુઓને રજા આપો.
આ પ્રસંગે ઉ॰ શ્રી દેવવિજયજીએ જણાવ્યું હતું કે ‘જે ખરડા રજુ કર્યાં છે તેમાં સુધારાની બહુ જરૂર છે. દીક્ષા દેનાર અને દીક્ષા લેનાર અને કેવા હેાવા જોઈએ તે ખાસ વિચારવાનું છે. ધર્મબિંદુમાં એ તેના ગુણો બતાવવામાં આવ્યા છે. આજે તે જેમને નવકાર પણ ન આવડતા હેાય, તેઓ દીક્ષા આપે છે; તે કેમ ચેાગ્ય ગણી શકાય ?
વલ્લભસૂરિજી—આનું સમાધાન શું થઈ શકે અને કાણ કરી શકે ? અત્યારે તેા હાલતાં ચાલતાં દીક્ષા આપી શકાય છે. ખરી રીતે લેનાર દેનાર બંનેમાં યાગ્યતા હોવી જોઇએ.
સાગરાન દરિજી દેનારમાં સંયમ હેય તે દીક્ષા આપી શકે.
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org