________________
દિવસ સત્તરમ શાસ્ત્રાનુસારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લક્ષમાં રાખી યથામતિ અમેએ અમારા વિચાર બતાવ્યા છે. તેમાં કાંઈ પણ શાસ્ત્રબાધ જણાય તો સુધારણાને અવકાશ છે. નીચે ચાર જણાની સહી તથા સ્થળ નિર્દેશે.
જે વખતે ખરડો વંચાઈ રહ્યો, ત્યારે લગભગ બેન સુમાર થયો હતો.
વલ્લભસૂરિજી–ત્રીજે વિષય શ્રમણ સંઘને છે. તેમાં લખ્યું છે કે ચતુર્વિધ સંઘમાંના શ્રાવકની સંમતિ લેવામાં વાંધો નથી. તે ચર્ચાનો વિષયે પૈકી દીક્ષા અને દેવદ્રવ્ય આ બે વિષયમાં શ્રાવકે બોલે તે સારું.
વિદ્યાવિજયજી–મારી પ્રાર્થના છે કે સમાજમાં જે અગ્રગણ્ય શ્રાવકે છે, તેઓ અહીં બેસી દીક્ષા અને દેવદ્રવ્યના વિષયમાં સંમતિ આપે તે સારું. શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિઓ બેસે તો કામ સરસ થાય.
વલ્લભસૂરિજી–મારા કાનમાં વાત આવી છે કે થોડા જ વખતમાં શ્રી જેન વે) કોન્ફરન્સ થવાની છે. તે કોન્ફરન્સમાં સાધુ સંમેલનના ઠરાવ પાસ થઈ જાય, તે વિના પૈસે અને વિના મહેનતે ઘરઘર પ્રચાર થઈ શકે. અને જેન જગતને માલૂમ થાય કે સાધુ સંમેલને કંઈ પણ કર્યું. હું વિદ્યાવિજ્યના મતને મળત થાઉં છું કે અહીં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ બેસે.
આ વખતે વિદ્યાવિજયજીએ બહારગામથી આવેલા કેટલાક પ્રતિષ્ઠિત ગૃહસ્થો પણ બેસે એવી સૂચના કરી હતી. પણ શ્રી વિજયવલ્લભરિજીએ જણાવ્યું હતું કે “એથી બીજા શ્રાવકોને
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org