________________
સત્તરમે દિવસ ચૈત્ર સુદ ૫, મંગળવાર તા. ૨૦ માર્ચ, ૧૯૩૪
ઈકાલની પરિસ્થિતિ ઉપર આજે સત્તરમા દિવસે ભારે અટકળો ચાલી રહી હતી. ચાર જણની કમિટિ પિતાને રિપોર્ટ તૈયાર કરવાને નગરશેઠના વંડે ઝપાટાબંધ કામ કરી રહી હતી, અને વિજય મુહૂર્તમાં તેઓએ પોતાને ખરડો તૈયાર કરી છેવટની સહીઓ મૂકી, એ સમાચારે વાતાવરણમાં કાંઈક અંશે આશાને સંચાર થયો હતે. - એક વાગ્યાથી સાધુઓ મંડપમાં આવવા લાગ્યા હતા. તે છેક પિણુંબે વાગ્યા સુધી આવ્યા કર્યા, ને એ વખતે સભાનું કામકાજ શરૂ થયું. આ પ્રારંભમાં શ્રી વિજયનેમિસુરિજીએ ત્રણ નવકારથી મંગળાચરણ કર્યું. આજે વાતાવરણમાં ગંભીરતા તથા ઉત્સુક્તા વિશેષ જણાતી હતી. સહુના મનમાં એક જ પ્રશ્ન હતો, કે સોળ-સોળ દિવસે પસાર થવા છતાં આપણે કાંઈ ન કર્યું, ને આ ચાર જણની કમિટિએ અઢી દિવસમાં પિતાનું કામ પતાવ્યું, તે એમાં શું કર્યું હશે ? મંગળાચરણ પૂરું થયા પછી શ્રી વિજયનેમિસુરિજીએ શ્રી નંદનસૂરિજીને ખરડે વાંચી સંભળાવવાની સૂચના કરી. શ્રી નંદનસૂરિજીએ નીચેના સારાંશનો ખરડે સભા સમક્ષ વાંચી સંભળાવ્ય –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org