________________
કાર્યવાહી
| શ્રી રવાપર્વનાથાય નમઃ | पान्तु वः श्री महावीरस्वामीनो देशनागिरः। भव्यानामान्तरमलप्रक्षालनजलोपमाः ॥
“રાજનગરમાં એકત્રિત થયેલ નવેતામ્બર મૂર્તિપૂજક મુનિસમેલને જરૂરી વિશે ચર્ચાને નિણત કરવા માટે ત્રીસની મંડળી નીમી હતી. એ ત્રીસની મંડળીએ ચર્ચાને નિર્ણત કરવા માટે નિર્ણત કરેલા અગિયાર વિષે ચર્ચા, તેને ખડે કરવા માટે અમારા ચારની મંડળી નિયત કરી. તે સત્તાની રૂએ અમે ચારે, એ વિષય ઉપર, નીચે પ્રમાણે જે ખરડે તૈયાર કર્યો છે, તે ત્રીસની સમક્ષ જાહેર કરીએ છીએ. ૧. દીક્ષા
૧. વયની અપેક્ષાએ આઠ વર્ષથી અતિશય વૃદ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષાની યોગ્યતા રવીકારી છે.
૨. સેળ વર્ષની અંદરનાને યોગ્ય તપાસ અને માતાપિતાદિ વાલીની સમ્મતિની ચોકસાઈ કરી દીક્ષા આપવી જોઈએ.
૩. સોળ વર્ષની અંદર, માતાપિતાની આજ્ઞા વિના દીક્ષા આપવામાં આવે તો શિષ્યનિષ્ફટીકા લાગે, પણ સેળ વર્ષથી ઉપર લાગે નહિ.
૪. સેળ વર્ષ પછીની ઉમ્મરવાળો દીક્ષા લેનાર માતા, પિતા, ભગિની, ભાર્યા વિગેરે જે નિકટ સંબંધવર્તી હોય, તેની અનુમતિ મેળવવા માટે, તે તે પ્રયત્નો કર્યા છતાં પણ, અનુમતિ ન મળે તે દીક્ષા લઈ શકે છે.
૫. દીક્ષા લેનારે પિતાની સ્થિતિને અનુસાર પિતાનાં વૃદ્ધ માતા, પિતા, સ્ત્રી અને નાના પુત્રપુત્રીના નિર્વાહને પ્રબંધ કરેલું હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org