________________
પંદરમો દિવસ ચૈત્ર સુદ ૩, રવિવાર તા. ૧૮ માર્ચ, ૧૯૪
આજે સવારે આઠ વાગે ખરડે ઘડનારી સમિતિ પાંજરાપોળમાં મળી હતી, અને અઢી કલાક સુધી અંદર વાટાઘાટ ચલાવી હતી. આ સમિતિએ સાધુસંમેલને નક્કી કરેલા અગિયારેય મુદ્દાઓ ઉપર ખરડે કરવાનો હતો. તેમાં દીક્ષાને પ્રશ્ન જે અગાઉ હાથ ધરાઈ ગયો હતો તે જ પ્રશ્ન અહીંપણ ચર્ચા હતે.
આ ચારની કમિટિ પૈકી નંદનસૂરિજી, ચંદ્રસાગરજી અને રામવિજયજી તદ્દન જૂની ઘરેડને અને વાતવાતમાં “અવિછિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત વીતરાગ શાસન બેલનારા હતા. જ્યારે મુનિ શ્રી પુણ્યવિજયજી શાસ્ત્રના સમર્થ જ્ઞાતા હેવા છતાં ખૂબ સરળ અને દ્રવ્યક્ષેત્રકાળભાવને ઉચિત પરિવર્તનમાં માનનારા હતા.
શાસ્ત્રીય પાઠો ઘણુંખરા મેધમ હોવાથી તેના અર્થોમાંથી પણ સહુ પિતાપિતાના મત પ્રમાણેને ભાવાર્થ ખેંચતા હતા. સવારની અઢી કલાકની ચર્ચા ખતમ થયા પછી ફરી પાછા તેઓ દેઢ વાગતા મળ્યા હતા. એ વખતે દીક્ષા સંબંધી અધૂરી રહેલી ચર્ચા આગળ ચાલી હતી; પરન્તુ કેઈ પણ જાતનું પરિણામ આવ્યું નહતું.
૧૨૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org