________________
દિવસ મારા આ વખતે સાગરાનંદસૂરિજીએ છેદસૂત્રનો આધાર લઈ જણાવ્યું કે “બહતકલ્પમાં સચિત્તનું અદત્તાદાન વગેરે ત્રણ બાબતે જણાવી છે. અને જેઓને આવશ્યક વગેરેનો અભ્યાસ હશે તે સારી રીતે સમજતા હશે કે છેદસૂત્રો બધામાં પદવિભાગ સમાચારીના હોવાથી શ્રેષ્ઠ છે. સોળ વર્ષની નીચેને અવ્યક્ત કહેવાય. તેને અંગે અદત્તાદાન લાગે. વ્યક્તિને અંગે અદત્તાદાન ન લાગે.”
માણેકમુનિજી છેદસૂત્રને વાંચ્યા સિવાય દીક્ષા આપે તેણે ભગવાનના વિચારને લેપ કર્યો કહેવાય કે કેમ?
વલ્લભસૂરિજી–ગઈકાલે (સાગરાનંદસરિજી તથા લબ્ધિસૂરિજી તરફથી) કહેવામાં આવ્યું હતું કે મુસલમાની કાળમાં સાધ્વીઓ ચારિત્ર પાળી શકે નહિ, તેથી હીરવિજયસૂરિજીએ ૩૯ વર્ષના પકે બનાવ્યા હતા. પરંતુ અકબરના વખતમાં તે સ્થિતિ સારી હતી. ખરી રીતે તે તે સમયના સાધુ સાધ્વીઓની અંદરની સ્થિતિ જોઈને જ તે પદકે બનાવવામાં આવ્યા હતા. એ જ રીતે આજના બાળકોની સ્થિતિ જોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. શ્રી હીરવિજયસુરિ એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને જ કામ કર્યું હતું. - ત્યારબાદ સંમતિને પ્રશ્ન ચર્ચાતાં શ્રી વિજયવલ્લભસરિજીએ જણાવ્યું કે જ્યારે આર્ય રક્ષિતને માતા અને રાજાને પૂછ્યા સિવાય દીક્ષા આપવામાં આવી, ત્યારે શાસ્ત્રમાં લખવામાં આવ્યું કે આ મહાવીરના શાસનમાં પ્રથમ શિષ્યચોરીને પ્રસંગ છે.
સાગરાનંદસૂરિજી-શર્યાભવને સ્ત્રીની રજા સિવાય દીક્ષા આપવામાં આવી હતી. તેને પણ ચોરી ગણવામાં આવે તો?
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org