________________
કાર્યવાહી તે જ સફલતા છે. શ્રાવકોના મનને શાંત કરવાની જરૂર છે. શ્રાવકના મનમાં ઘણો જ ખેદ થઈ રહ્યો છે.
માણેકમુનિજી–મેં કાલે કહ્યું હતું કે પાંચ વૃદ્ધોની કમીટી કરીને મારી વાત સાંભળવા તૈયાર છે કે કેમ? તેમ નહિ કરે તે અઢારની અંદરનાને દીક્ષા આપવાનો ઠરાવ થશે તે હું કબૂલ નહિ કરું.
સાગરાનંદસૂરિજી—પાંચની કમીટી નિમાય તે મને વાંધે નથી.
વલ્લભસૂરિજી–દીક્ષાના સંબંધમાં જેટલી વાતે હેય. તને નિર્ણય થયા પછી જ કોઈપણ ઠરાવ લાવી શકાશે.
સાગરાનંદસરિ—દીક્ષાના વિષયમાં બીજે ઠરાવ મૂકે. માતાપિતાએના રડવા છતાં અને કલેશ થવા છતાં દીક્ષા આપવી એ શાસ્ત્રસંમત છે.
ભૂપેન્દ્રસૂરિ–તેમાં હું સંમત નથી. શાસ્ત્રમાં તેવી દીક્ષાઓ થઈ છે પણ તે ગુરુ અતિ જ્ઞાની હતા.
વલ્લભસૂરિજી– હું પણ તેમાં સંમત નથી.
આ વખતે માણેકમુનિજીએ દીક્ષા ઉપર પોતાના અનુભવની વાત કરી હતી, જે સાંભળી ભારે હસાહસ થઈ હતી.
સાગરચંદ્ર–કાલકાચાર્યે રજા વગર દીક્ષા આપી તે શું ફળ નીકળ્યું ? દેશવટે થશે.
સાગરાનંદસૂરિજી—પણ દીક્ષા તે આપી ! - વલ્લભરિજી–માતાપિતા અને બીજાઓની રજા સિવાય દીક્ષા આપી શકાય નહિં; કારણ કે સાધુઓને અદત્તાદાનને દેશ લાગે છે.
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org