________________
દિવસ દશમે ઉત્સર્ગ અને અપવાદ બધું શાસ્ત્રોમાં છે. હવે આપણે જેમ બને તેમ જલદી નિર્ણય ઉપર આવવાની જરૂર છે. જે કારણેથી અનિચ્છનીય વાતાવરણ ઉત્પન્ન થયું છે, એ બાબતેમાં આપણે કાંઈ વચલો માર્ગ કાઢી શકીએ છીએ કે કેમ, એ જ માત્ર વિચારવાનું છે. - પં. રામવિજયજી–જ્યાં શાસ્ત્રોની ચર્ચા ચાલે છે ત્યાં આવી બાબતો શા માટે મૂકવામાં આવે છે ? જે ચર્ચા હમણાં ચાલે છે તેને ચાલવા દેવી અને પછી જે કાંઈ નિર્ણય કરવો હોય તે કરે. બાળદીક્ષાનું ખરું રહસ્ય
માણેકમુનિજી-વડોદરા રાજ્યને કાયદે શાથી બન્યો એ હું જાણું છું. બાળદીક્ષાઓ શાથી અપાય છે, એનું ખરું રહસ્ય જાણવું હોય તે પાંચ વૃદ્ધપુષે જરા બહાર ચાલ ! હું બધું સમજાવું.
ઉ. દેવવિજયજી–હવે આટલું કહે છે, તે બાકીનું અહીં જ પુરું કરીને !
માણેકમુનિજી—અહીં કહેવામાં મને હરક્ત નથી, પરંતુ આ નાના નાના સાધુઓ ઉપર ખરાબ અસર થશે.
પં રામવિજયજી–વડેદરાને કાયદે બનવામાં ખાસ સાધુઓ કારણભૂત છે. સાધુઓ રાજ્યાધિકારીઓને ન મળ્યા હેત અને એમને ખોટી રીતે ન સમજાવ્યા હોત તે આ કાયદો ન જ બનત. એટલે ખરી રીતે આવા કાયદા બનવામાં સાધુઓ કારણભુત થાય છે.
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org