________________
કાર્યવાહી પકડશે અને તે વાત જ આખરે સાચી ઠરી શ્રી વિજય નેમિસૂરિજીએ ગઈ કાલે અધુરું રહેલું કાર્ય હાથ ધરવાની સૂચના કરી અને તેથી પ્રતિકાર કમીટી સંબંધી આગળ વિચાર ચાલ્ય.
એના પ્રારંભમાં શ્રી વિજયલબ્ધિસૂરિજીએ જણાવ્યું કે “આ કમીટીમાં બધા આચાર્યોનાં નામ આવે અને તે ઉપરાંત ખાસ સાધુઓના નામ મૂકવાં.” પરંતુ એ વસ્તુને વિરોધ કરતાં મુનિશ્રી વિદ્યાવિયજીએ એ અર્થનું જણાવ્યું કે એથી લેખકના નામને માટે જ બે પાનાં રોકાશે તેનું કેમ?
એ વખતે સામા પક્ષ તરફથી દલીલ કરવામાં આવી કે આચાર્યોના નામનો પ્રભાવ પડશે, પરંતુ એ વાતનું નિરસન કરતાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ જણાવ્યું હતું કે પ્રભાવ તે લખાણમાં જે વસ્તુ આવશે એના પરથી પડશે. બીજા સંપ્રદાયવાળાએ આપણું એવા ક્યા નામપ્રભાવથી અંજાયેલા છે? પરંતુ આ ચર્ચાને ટૂંક સમયમાં અંત આવ્યો ને મુનિશ્રી ચરણવિજયજીનું નામ ઉમેરાયું. ત્યારપછી બદલાનાં નામ મૂકવાની શરૂઆત થઈ. એમાં પાંચમાંથી ત્રણ નામો બદલાઈ જતાં કમીટી મેળી બની જશે એમ જણાયું અને આખરે ગઈકાલનાં જ નામે કાયમ રાખવાનો ઠરાવ સર્વાનુમતિથી પસાર થયો.
આ પછી કમીટીએ કઈ પદ્ધતિએ કામ કરવું તે સંબંધી ચર્ચા ચાલી. દિક્ષાને પ્રશ્ન હાથ ધરાયે
આ પછી દીક્ષાનો વિષય હાથ ધરવામાં આવ્યું હતું, જે વખતે વાતાવરણમાં ખૂબ શાંતિ છવાઈ ગઈ હતી.
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org