________________
દિવસ આઠમો શરૂઆતમાં કેટલાક વખત મૌન સેવાયા બાદ માણેક મુનિએ દીક્ષા કેટલી ઉમ્મરે અપાય તે પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને જણાવ્યું કે દીક્ષા ના વિષયમાં નિક્ષેપોથી દિક્ષાની ઉમ્મરના પ્રશ્નને પણ સમાવેશ થાય છે.
સાગરાનંદસૂરિજી—એ વાતનું નિરૂપણ કરે.
દેવવિજ્યજી–અત્યારે જૈન સમાજમાં ઉપસ્થિત થયેલા વાતાવરણને અંગે સુધારો કરવો જરૂરી છે, કે જેથી સરકારી કાયદાઓ ન બને.
ત્યારબાદ માઈકમુનિજીએ જણાવ્યું હતું કે “અઢાર વર્ષની ઉમ્મર રાખવી અને તે પહેલાંના દીક્ષાના ઉમે વારને બ્રહ્મચારી તરીકે રાખવા.”
ત્યારબાદ શ્રી રંગવિમળજીએ જણાવ્યું હતું કે “શાસ્ત્રમાં દીક્ષાને લગતા નિયમો છે, પણ દેશકાળને ધ્યાનમાં લેતાં જરૂર જણાતી હોય તે તેમાં ફેરફાર કરવું જોઈએ. અને તેમણે વચલા માર્ગ તરીકે ૧૫ વર્ષની ઉમ્મર રાખવી. દેઢ કલાકનું મન
ત્યારબાદ એ સંબંધમાં કેઈએ અક્ષર પણ ઉચ્ચાર્યો ન હતો. સહુ એક બીજાના મહે સામું તાકીને બેસી રહ્યા ને લગભગ દોઢ કલાક સુધી આવું મૌન ચાલ્યું. ઘડિઆળ સમય પુરે થવાની ઝડપથી સૂચના કરતી હતી.
આખરે સમય પુરે થવા આવ્યો ત્યારે શ્રી સાગરાનંદસૂરિએ જણાવ્યું કે અહિંયા શાસ્ત્રોની જરૂર પડશે માટે નગરશેઠને એવી સૂચના કરવી કે આવતી કાલે બે કબાટ ભરીને અહીં શાસ્ત્રો રાખે જેથી જેને જે જોઈએ તે એમાંથી લઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org