SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ પાંચમ એક જુના વિચારના સાધુ-પહેલેથી જ ચાર ગ્રુપ છે. રંગવિમલજી–ગ્રુપમાં નોંધ્યા પછી જેને જેને વધારે લખાવવાની ઈચ્છા હોય તેમને રજા છે. સુરેન્દ્રવિજયજી–પંન્યાસજી રામવિજયજી? પરમ દિવસે ત્રણ ગ્રુપ હતા ને આજ ચાર ક્યાંથી થયા ? પં રામવિજ્યજી–જે વાત કહેવાઈ તેમાં વારંવાર શા માટે કહે છે ? ત્રણ હોય તે ત્રણ. અમને શું વાંધે છે. આ અખિલ ભારતવર્ષીય સાધુસંમેલન કેમ કહેવાય? ઉ. દેવવિજયજી–અહીં તે ખરતરગચ્છેય નથી ને અંચલગચ્છેય નથી. વિદ્યાવિજયજી–તે પછી અખિલ ભારતવર્ષીય સાધુ સંમેલન કેમ કહેવાય ? ઉ. દેવવિજયજી–બધાને બોલાવ્યા હતા, પણ કાઈ અહીં આવ્યા નથી. નંદનસૂરિજી–ગઈ કાલે ઠરાવમાં અખિલ ભારતવષય સાધુ સંમેલન નામ આપ્યું હતું. વલ્લભસૂરિજી–પણું નામ તે આપણે કહ્યું હતું ને ? આપણે ગમે તેમ કહીએ પણ બધાને મંજૂર છે કે નહિ તે વિચારવા જેવું છે. નહી તે આગળ વિચારવું પડશે. તપાગચ્છ તરીકે આપણે ગમે તેમ કહીએ. (ઉદેવવિજયજીએ આ સંબંધમાં થોડું કહ્યું પણ બરાબર સંભળાયું નહિ) વિદ્યાવિજયજી—એ એક કોન્ફરન્સ છે. જવાબદાર સંસ્થા છે. ઠરાવના કડા ને થેકડા કરીએ પણ પાલન ન ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy