________________
દિવસ ચાથે મેહનસુરિજી—કોઈ માણસ પિતાની ઈચ્છાથી ગમે તે કરે તે માટે તે જોખમદાર છે. આપણે તો માત્ર આત્મભેગને લગતા ઠરાવ કરવાનો છે.
બુવિજયજી–નગરશેઠને બેલાવીને છાપામાં હકીકતો છપાય છે તે ખોટી છે; એવી મતલબનો કરાવેલ ઠરાવ ન મનાય તે બીજા ઠરાવો કઈ રીતે મનાશે ?
ઉ૦ દેવવિજયજી—આપણુ પાસે એવી કઈ રાજસત્તા છે? જંબુવિજયજી–તે સંમેલને ઠરાવ કર્યો તેનો અર્થ શો ?
હતમુનિજી-મુખ્ય વાત લીધી તેનું કંઈ કરે! સ્વતંત્ર રીતે જે કરે તેમાં આપણે કશું જ ન કરવું. અહીં બેઠાં આપણે અનુમોદન કરે ! જે મહાવીરનો સાચો એ લીધે હોય તે બધાએ કામ કરીને ઊઠવું. અત્યારે જે માટે આવ્યા છીએ તે કરે. તીર્થ માટે કરવું હોય તે ચાલે બધા સાથે ચાલીએ! જ્યારે આપણે બધા સાધુએ એક થઈ જઈશું ત્યારે તીર્થનો દિવસ ઉજવીશું.
નેમિસુરિજી-મારી તબિયત આજે બહુ નરમ છે. ચકરી આવે છે; છતાં આવ્યો છું.
૫. રામવિજયજી–ત્યારે બંધ રાખે!
નેમિસૂરિજી–તમે બધા કામ કરે! બીજા સાધુ મારી તરફથી રહેશે.
પં. રામવિજયજી–તમારા વિના કામ નહિ ચાલી શકે.
ત્રણ વાગે સાધુમંડળમાંના સાધુએ સિવાયના સાધુઓ જવા લાગ્યા. એ વખતે જતાં જતાં કહેવામાં આવ્યું કે પિતાના તરફ્ટી બીજે સાધુ મૂકીને જઈ શકાય છે.
૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org